નવી દિલ્હી: કેન્દ્ર સરકારે સ્પષ્ટ કર્યું છે કે, કોરોના વૉરિયર્સ પર જે કોઇ લોકો હુમલો કરશે તો તેમની સામે કડક પગલાં લેવામાં આવશે. કેન્દ્રીયપ્રધાન પ્રકાશ જાવડેકરે બુધવારે કેબિનેટની બેઠકમાં આ સંદર્ભે લેવામાં આવેલા કડક નિર્ણયો અંગે મીડિયાને માહિતી આપી હતી.
જાવેડકરે જણાવ્યું કે, આ મહામારી માંથી દેશને બચાવવા માટે કાર્ય કરતા સ્વાસ્થ્ય કર્મચારીઓ હુમલાઓનો સામનો કરી રહ્યા છે. તેમની સામે કોઈ ઘટના સહન કરવામાં આવશે નહીં. એક વટહુકમ રજૂ કરવામાં આવ્યો છે, જેમાં રાષ્ટ્રપતિની મંજૂરી બાદ તેનો અમલ કરવામાં આવશે.