ગુજરાત

gujarat

ETV Bharat / bharat

દક્ષિણ કોરિયાના રાજદૂતે કોરોના લડાઈ અંગે દિલ્હી મૉડેલની કરી પ્રશંસા, જાણો શું કહ્યું? - Delhi model on corona fight

નવી દિલ્હી: મંગળવારે દક્ષિણ કોરિયાના રાજદૂતે કોવિડ મહામારીને પહોંચી વળવા માટે દિલ્હી મૉડેલની ખૂબ પ્રશંસા કરી હતી. આ માટે દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે દક્ષિણ કોરિયાના રાજદૂતનો આભાર માન્યો હતો.

દક્ષિણ કોરિયા
દક્ષિણ કોરિયા

By

Published : Aug 5, 2020, 9:43 AM IST

નવી દિલ્હી: દિલ્હીમાં કોરોનાના કેસ ઓછા થવાથી દક્ષિણ કોરિયાના રાજદૂત એચ.ઇ. શિન બોંગ-કિલે દિલ્હી મોડેલની પ્રશંસા કરી હતી. એક વીડિયો સંદેશમાં રાજદૂતે કહ્યું કે, હું દિલ્હી મોડેલથી બહુ પ્રભાવિત થયો છું.

કોરિયાના મોડેલની તુલના કરતાં કહ્યું કે, કોરિયન મોડેલ 3 ટી-ટેસ્ટ, ટ્રેસ અને ટ્રીટ પર આધારિત છે. તેમજ દિલ્હી મોડેલ ટેસ્ટ અને હોમ ક્વોરોન્ટાઇન પર આધારિત છે અને તે એક ખૂબ અસરકારક અને બુદ્ધિશાળી ઉપાય છે. જે ભારત અને ખાસ કરીને દિલ્હીની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે, તેઓ દિલ્હીની સફળતાથી ખૂબ જ ખુશ છે અને દિલ્હી સરકારને અભિનંદન આપવા માંગે છે કે, આ સિદ્ધિ દિલ્હી સરકારે મેળવી હતી.

બધા દેશો કોવિડને હરાવવા માટે એક સાથે આવી રહ્યા છે અને આ સમયની જરૂરિયાત છે. આ સાથે તેમણે દિલ્હીમાં કોરોના કેસોના આંકડા જણાવ્યા અને કહ્યું કે, હવે દિલ્હીમાં સક્રિય કેસ 10,000થી ઓછા થઇ ગયા છે. દરરોજ થનારા મોતની સંખ્યા પણ 12 પર આવી ગઇ છે.

અરવિંદ કેજરીવાલે દક્ષિણ કોરિયાના રાજદૂતનો આભાર માન્યો

દિલ્હી મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે પોતાના ટ્વિટર પર કોરિયા રાજદૂતને આભાર માન્યો હતો. તેમણે લખ્યું કે, મને ખુશી છે કે, દિલ્હી મોડેલને દુનિયાભરમાં ઓળખ મળી છે. તેઓ દક્ષિણ કોરિયાના રાજદૂત એચ. શિન બોંગ-કિલનો આભાર માને છે.

ABOUT THE AUTHOR

...view details