નવી દિલ્હી: અમેરિકન ઇ-કોમર્સ કંપની એમેઝોન ડોટ કોમએ ફ્યુચર ગ્રુપને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની સાથે 24,713 કરોડ રૂપિયાનો કરારને લઇ નોટિસ ફટકારી છે. કંપનીનો આરોપ છે કે આ પ્રોપર્ટી ટ્રાન્સફર ડીલ તેની સાથે ફ્યુચર ગ્રુપે કરેલા કરારનું ઉલ્લંઘન છે.
એમેઝોનના પ્રવક્તાએ કહ્યું, અમે અમારા કરારના અધિકારનું પાલન કરવા આ પગલાં લીધાં છે. આ મામલો હજી કોર્ટમાં પેન્ડિંગ છે, તેથી અમે વધુ માહિતી આપી શકતા નથી.
એમેઝોનએ ગત વર્ષે ફ્યુચર ગ્રુપની લિસ્ટમાં આવેલી કંપની ફ્યુચર કુપન્સ લિમિટેડમાં 49 ટકા હિસ્સો ખરીદ્યો હતો. કંપનીએ જૂથની ફ્લેગશિપ કંપની ફ્યુચર રિટેલમાં 3થી 10 વર્ષના સમયગાળા બાદ હિસ્સો ખરીદવાનો અધિકારનો સોદા કરવામાા આવ્યો છે. ફ્યુચર કુપન્સની ફ્યુચર રિટેલમાં 7.3 ટકા હિસ્સો છે.