એમેઝોનનો સંસ્થાપક જેફ બેજોસ અને લગભગ 8.30 લાખ કરોડ રૂપિયાની નેટવર્થ વાળા વિશ્વના સૌથી અમીર વ્યક્તિ જેફ બેજોસ હાલ ભારતની મુલાકાતે છે. તેમણે બુધવારે દિલ્હીમાં નાના-મધ્યમ કારોબારીઓ માટે આયોજિત કાર્યક્રમ ‘એમેઝોન સંભવ’માં ભારતને લઈ બે જાહેરાત કરી હતી.
તેમણે કહ્યું હતું કે, "એમેઝોન 2025 સુધીમાં 10 અબજ ડોલર(70 હજાર કરોડ રૂપિયા)ની કિંમતના મેક ઈન ઈન્ડિયા પ્રોડકટ્સ એક્સપોર્ટ કરશે. આ ઉપરાત ભારતમાં નાના અને મધ્યમ કારોબારીઓને ડિઝિટલાઈઝ કરવાનું કામ કરશે.
આગળ વાત કરતાં તેમણે જણાવ્યું હતું. "અમે ભારત સાથેની ભાગીદારીને લઈને કટીબદ્ધ છીએ. અમે બોલવા કરતાં કામ કરવામાં વધુ વિશ્વાસ રાખીએ છીએ."