આગ્રા: દુનિયાની સૌથી મોટી કંપની ઇ-કોમર્સ કંપની એમેઝોનના સ્થાપક જૈફ બેઝોસ મંગળવારે બપોરે તાજનગરી ખાતે પહોંચ્યા હતાં. જ્યાં તેઓએ ગર્લફ્રેન્ડ લોરેન સાંચેજ સાથે તાજમહેલની મુલાકાત લીધી હતી. આ તકે જેફ બેઝોસ અને લોરેન સાંચેજ તાજમહલને જોઇ અભિભૂત થયા હતાં. આ બંનેએ મુલાકાત સમયે અનેક ફોટો ક્લિક કર્યા હતા. તમને જણાવી દઇએ કે, 15 જાન્યુઆરી 2020થી એમેઝોન કંપનીના સ્થાપક જેફ બેઝોસ ભારતના પ્રવાસ પર છે. બેઝોસ પોતાની ગર્લફ્રેન્ડ લોરેન સાંચેજની સાથે ભારત પરીભ્રમણ કરવા પહોંચ્યાં છે. જેફ બેબોર્સે એક મોટા રોકાણને લઇને વડાપ્રધાન મોદી સિવાય અનેક ઉદ્યોગપતિઓ સાથે મુલાકાત કરી હતી.
એમેઝોનના CEO જેફ બેઝોસ તાજમહેલની મુલાકાતે, જાણો સાથે રહેલી આ મહિલા કોણ? - એમેઝોન
ઇ-કોમર્સ કંપની એમેઝોનના સ્થાપક બેજોસ અને તેમની ગર્લ્ડફ્રેન્ડ સાંચેજે મંગળવારના રોજ તાજમહેલની મુલાકાત લીધી હતી. જે વારસાને જોઇને તે અભિભૂત થયા હતાં.
CEO જેફ બેઝોસે લીધી તાજમહેલની મુલાકાત
જેફ બેઝોસ મંગળવારે બપોરે ગર્લફ્રેન્ડ સાથે આગ્રા તાજમહેલની મુલાકાતે પહોંચ્યાં હતાં. તે સમયે બેઝોસ અને સાંચેડે ગાઇડ દ્વારા તાજમહલની અનેક જાણકારીઓ મેળવી હતી. ભારતનો આ ઐતિહાસીક વારસો જોઇને બેઝોસ અને સાંચેજ અભિભૂત થયા હતાં.