ખંંડવા: લોકડાઉનની સૌથી વધુ અસર પ્રકૃતિ પર થઈ છે. 40 દિવસમાં પર્યાવરણમાં ઘણો બદલાવ આવ્યો છે. નદીઓનું પાણી સાફ થઈ રહ્યું છે. નર્મદા નદીમાં પણ ઘણા ફેરફાર જોવા મળી રહ્યાં છે. નર્મદાનું પાણી સાફ થયું છે અને ઓક્સિજનની માત્રામાં પણ વધારો થયો છે.
લોકડાઉન ઈફેક્ટઃ નર્મદા બની શુદ્ધ અને નિર્મળ 'નમામી દેવી નર્મદે' - lockdown in khandwa
લોકડાઉનમાં નર્મદા નદી ખૂબ જ સાફ થઈ ગઈ છે. નર્મદાનું પાણી એકદમ સાફ થઈ ગયું છે. જેમાં ઓક્સિજનની માત્રામાં પણ વધારો થયો છે.
લોકડાઉન ઈફેક્ટઃ નર્મદા બની શુદ્ધ અને નિર્મળ
બીજા જ્યોતિર્લિંગ ઓંકારેશ્વરમાં નર્મદાનું અલગ જ રુપ જોવા મળી રહ્યું છે. લોકડાઉનમાં માનવીય હસ્તક્ષેપ ના હોવાને લીધે નર્મદા પહેલા કરતાં શુદ્ધ અને નિર્મળ બની ગઈ છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે, નર્મદા નદીની સ્થિતિ પહેલાં કરતા સુધરી છે.