અમર્ત્ય સેને જાદવપુર વિશ્વવિદ્યાલયમાં એક કાર્યક્રમમાં કહ્યું કે, માં દુર્ગા જ બંગાળીઓના જીવનમા સર્વ વ્યાપી છે. તેમણે કહ્યું કે “જયશ્રી રામ"ના નારો બંગાળી સંસ્કૃતિ સાથે જોડાયેલો નથી અને રામનવમી પણ થોડા સમયથી જ લોકપ્રિય થઇ રહી છે, આ પહેલા તો તેમણે "જયશ્રી રામ"નો નારો સાંભળ્યો પણ ન હતો.
જનતાને પીટવા માટે “જયશ્રી રામ”નો ઉપયોગ થઇ રહ્યો છે: અમર્ત્ય સેન - Kolkata
કોલકાતા: નોબલ પુરસ્કારથી સન્માનિત અર્થશાસ્ત્રી અમર્ત્ય સેને શુક્રવારે કહ્યું કે, "માં દુર્ગા" ના જયકારાની જેમ "જય શ્રી રામ"ના નારો બંગાળી સંસ્કૃતિ સાથે નથી જોડાયેલો. સાથે જ કહ્યું કે, "જય શ્રી રામ"નો ઉપયોગ જનતાને પીટવા માટે થઇ રહ્યો છે
ram
તેમણે પોતાની વાત આગળ વધારતા કહ્યું કે, "મેં મારા 4 વર્ષના પૌત્રને પુછ્યું કે તારા મનગમતા દેવતા કયા છે ? તો તેણે જવાબ આપ્યો માં દુર્ગા. માં દુર્ગા અમારા જીવનમાં સર્વવ્યાપી છે.
ગરીબી પર તેણે કહ્યું કે, ફક્ત ગરીબ લોકોની આવકનું સ્તર વધારવાથી તેમની સ્થિતીમાં સુધારો નહી આવે, સારુ સ્વાસ્થય, ઉચિત શિક્ષા અને સામાજિક સુરક્ષાથી ગરીબીમાં ધટાડો કરી શકાય છે.