હવામાન વિભાગે કહ્યું કે, જમ્મુ વિસ્તારમાં 29 જુલાઈ સુધી મધ્યમથી ભારે વરસાદ થવાની સંભાવના જણાવી છે. અધિકારીઓએ કહ્યું કે, ગુરુવારે 7,021 યાત્રિયોએ પવિત્ર શિવલિંગના દર્શન કર્યા. 1 જુલાઈએ યાત્રા શરુ થયા બાદ અત્યાર સુધીમાં 3,08,839 યાત્રી પવિત્ર શિવલિંગના દર્શન કરી ચુક્યા છે.
ખરાબ હવામાનના કારણે આજના દિવસે અમરનાથ યાત્રા સ્થગિત - યાત્રા સ્થગિત
જમ્મુ: જમ્મુ-શ્રીનગર રાજમાર્ગ પર શુક્રવારે ખરાબ હવામાનના કારણે અમરનાથ યાત્રા આજ માટે સ્થગિત કરવામાં આવી છે. આ અંગે અધિકારીએ જણાવ્યું કે, લગભગ 300 કિલોમીટર લાંબા જમ્મુ-કાશ્મીર રાષ્ટ્રીય રાજમાર્ગ પર ખરાબ હવામાનના કારણે આજે ઘાટી સુધી કોઈ પણ યાત્રી વાહનને જવાની મંજૂરી નથી.
Amarnath Yatra
શ્રધ્ધાળુઓ અનુસાર કાશ્મીરમાં સમુદ્ર તળથી 3,888 મીટર ઉપર સ્થિત અમરનાથ ગુફામાં બરફની વિશાળ આકૃતિ બને છે જે ભગવાન શિવની પૌરાણિક શક્તિયોનું પ્રતિક છે. SSBના અધિકારીઓ મુજબ યાત્રા દરમિયાન 26 શ્રધ્ધાળુઓના મોત થઈ ચુક્યા છે. આ ઉપરાંત બે સ્વયંસેવકો અને બે સુરક્ષાકર્મીઓના પણ મોત થયા છે.
22 તીર્થયાત્રિના મોત પ્રાકૃતિક કારણોથી થયા છે. જ્યારે બે લોકોના મોત દુર્ઘટનાઓમાં થયા છે. આ વર્ષ 1 જુલાઈએ શરુ થયેલ 45 દિવસીય અમરનાથ યાત્રાનું સમાપન 15 ઓગસ્ટના શ્રાવણ પૂર્ણિમાએ થશે.