જમ્મુઃ આ વર્ષે જમ્મુ કાશ્મીરમાં હિમાલય ગુફાના મંદિરે વાર્ષિક અમરનાથ યાત્રા 21 જુલાઇથી શરૂ થનારી યાત્રા 15 દિવસની રહેશે. જેનું સમાપન 3 ઓગસ્ટે થશે.
શ્રી અમરનાથજી શ્રાઇન બોર્ડ (SASB)ના અધિકારીઓએ જણાવ્યું હતું કે, જમ્મુ અને કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં સમુદ્ર સપાટીથી 3,880 મીટર ઉપર સ્થિત ગુફાસ્થાનમાં યાત્રાની કામગીરી સંભાળવામાં આવશે.
યાત્રા માટે 'પ્રથમ પૂજા'નું આયોજન શુક્રવારે કરવામાં આવ્યું છે.
કોરોના મહામારીના કારણે યાત્રાની અવધિ ટૂંક સમયમાં પૂરી કરવાનો પ્રયત્ન કરવામાં આવશે. તેમજ યાત્રામાં સાધુઓ સિવાય, 55 વર્ષથી ઓછી ઉંમરના યાત્રાળુઓને જ મંજૂરી આપવામાં આવશે.
યાત્રામાં ભાગ લેનાર તમામ લોકોનો કોવિડ-19 રિપોર્ટ નેગેટિવ હોવો જરૂરી છે.
SASBના એક અધિકારીએ જણાવ્યું હતું કે, જમ્મુ-કાશ્મીરમાં પ્રવેશ પર યાત્રા કરવાની મંજૂરી આપતા પહેલા વાઈરસની તપાસ કરવામાં આવશે. "સાધુઓ સિવાય તમામ યાત્રાળુઓએ પોતાને ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે.
15 દિવસ દરમિયાન સવારે અને સાંજે ગુફાના મંદિરે કરવામાં આવેલી આરતીનો દેશભરના શ્રદ્ધાળુઓ માટે જીવંત પ્રસારણ કરવામાં આવશે.
અધિકારીઓએ જણાવ્યું હતું કે, સ્થાનિક મજૂરોની ઉપલબ્ધતા ન હોવાને કારણે અને બેઝ કેમ્પથી ગુફાના મંદિરે ટ્રેક જાળવવામાં મુશ્કેલીઓ હોવાથી યાત્રા 2020, ગેન્ડરબલ જિલ્લાના બાલતાલ બેઝ કેમ્પથી ગુફાના મંદિર સુધી લાવવા માટે હેલિકોપ્ટરનો ઉપયોગ કરવામાં આવશે.
નોંઘનીય છે કે, આ યાત્રાનું સમાપન 2020 રક્ષાબંધન ઉત્સવ સાથે એકરુપ શ્રાવણ પૂર્ણિમા પર 3 ઓગસ્ટે થશે.