અમરનાથ યાત્રાના એક અધિકારીએ કહ્યું કે, છેલ્લા 4 વર્ષોમાં પ્રથમ પખવાડિયામાં શ્રદ્ધાળુંઓની સંખ્યા છેલ્લા 4 વર્ષમાં સૌથી વધુ છે.
જય હો બાબા બર્ફાની...અમરનાથ યાત્રાનો 4 વર્ષનો રેકોર્ડ તૂટ્યો - gujaratinews
શ્રીનગર: આ વર્ષે છેલ્લા 16 દિવસોમાં લગભગ 2 લાખ શ્રદ્ધાંળુઓએ અમરનાથની યાત્રા કરી છે. અધિકારીઓના જણાવ્યા મુજબ, પ્રથમ પખવાડિયામાં શ્રદ્ધાંળુઓની સંખ્યા છેલ્લા 4 વર્ષ કરતા સૌથી વધુ છે. બુધવારના રોજ જમ્મુથી 4584 શ્રદ્ધાંળુઓનો એક સમુહ યાત્રા માટે રવાના થયો હતો. તેમજ 1 જુલાઈથી યાત્રા શરૂ થયાં બાદ અત્યાર સુધીના 16 દિવસોમાં 2,05,083 શ્રદ્ધાંળુઓએ સમુદ્રથી 3888 મીટર ઉંચાઈએ આવેલા પવિત્ર શિવલીંગના દર્શન કર્યા છે.

શ્રીનગર
પોલીસે જણાવ્યું કે, 3967 યાત્રિઓનો એક સમુહ બુધવારે સવારે 2 સુરક્ષા કાફલા સાથે યાત્રા માટે રવાના થયો હતો. પોલીસે આગળ જણાવ્યું કે, ભગવતી નગર યાત્રી નિવાસમાં તેમનામાંથી 1972 યાત્રી બાલટાલ આધાર શિબિર જઈ રહ્યા છે. જ્યારે 2612 યાત્રી પહલગામ શિબિર જઈ રહ્યા છે.
મળતી વિગતો મુજબ, પ્રાકૃતિક કારણોથી અત્યાર સુધી 16 તીર્થયાત્રીના મૃત્યું થઈ ચૂક્યા છે. આ વર્ષે 45 દિવસની અમરનાથ યાત્રાનું સમાપન 15 ઓગસ્ટના રોજ શ્રાવણ પૂર્ણિમા સાથે થશે.