ઠાકોર સમાજના પ્રતિનિધિ તરીકે ખ્યાતનામ થયેલા અને બાદમાં સક્રિય રાજકારણમાં ઉતરેલા અલ્પેશ ઠાકોરે 2017માં વિધાનસભાની ચૂંટણી ટાણે એક બાજુ ગુજરાતમાં ચૂંટણીની રસાકસી હતી અને બીજી બાજું પાટીદાર અનામત આંદોલનની આંધી, આ તમામની વચ્ચે ત્રણ યુવાનો પણ ખાસ ચર્ચામાં આવ્યા હતા. જેમાં એક પાટીદાર નેતા હાર્દિક પટેલ, ઠાકોર સેનામાંથી અલ્પેશ ઠાકોર તથા દલિત સમાજમાંથી યુવા નેતા જીગ્નેશ મેવાણી. આ ત્રણેય યુવાનોમાંથી એક અલ્પેશ ઠાકોરે રાજકારણમાં આવતા કોંગ્રેસનો હાથ પકડ્યો હતો. બાકીના હાર્દિક પણ હવે કોંગ્રેસમાં જોડાઈ ગયો છે.
દેશમાં હાલ એક બાજું લોકસભા ચૂંટણીનો માહોલ જામેલો છે ત્યારે ગુજરાતમાં 26 સીટો માટે ભાજપ કોંગ્રેસ સામે સામે પ્રચારનું રણશિંગૂ ફૂંકાયેલું છે ત્યારે ગુજરાત કોંગ્રેસમાં હાલ એક મોટો ઝટકો લાગ્યો છે. રાધનપુરના ધારાસભ્ય અને ઠાકોર સેનાના અલ્પેશ ઠાકોરે ફેસબુક પર એક પત્ર લખી તેમાં જણાવ્યું હતું કે, સમાજના માન સન્માન અને સમાજના યુવાનોની લાગણીને ધ્યાનમાં રાખી આવું પગલું ઉઠાવ્યું હોય, હું કોંગ્રેસના તમામ પદેથી રાજીનામું આપું છું.તેણે આ પત્રમાં એમ પણ કહ્યું હતું કે, કોંગ્રેસમાં ફક્ત મને એક જ વાતની કમી હતી અને તે છે સન્માન. જ્યારે મળ્યું હોય તો ફક્તને ફક્ત વિશ્વાસઘાત.