સ્વાર સીટથી ચૂંટણી લડ્યા અબ્દુલા
અબ્દુલા આઝમ સપા સાંસદ આઝમ ખાનના નાના દિકરા છે. 2017માં યુપી વિધાનસભા ચૂંટણીમાં અબ્દુલાએ પેહલી વાર ચૂંટણી લડી હતી. અબ્દુલાએ રામપુર વિસ્તારની સ્વાર વિધાનસભા સીટ પરથી ચૂંટણી લડી અને જીત્યા હતા.
આઝમખાનના દિકરાનું ધારાસભ્ય પદ રદ, જમા કરાવ્યું હતું ખોટું એફિડેવીટ - આઝમખાનના દિકરાનું ધારાસભ્ય પદ રદ
પ્રયાગરાજ: અલ્હાબાદ હાઈકોર્ટે આઝમ ખાનના દિકરા અબ્દુલા આઝમનું ધારાસભ્ય પદ રદ કરી નાખ્યું છે. અબ્દુલા આઝમ વિરુદ્ધ બીએસપી નેતા નવાઝ કાઝિમ અલીએ અરજી દાખલ કરી હતી. આ અરજીમાં કહેવાયું હતું કે, અબ્દુલા આઝમ જ્યારે ચૂંટણી લડી રહ્યા હતા, ત્યારે તેઓ એફિડેવીટમાં જણાવ્યા પ્રમાણેની ઉંમરના હતા નહીં.
અલ્હાબાદ હાઈકોર્ટે
50થી પણ વધુ મતથી જીત્યા હતા અબ્દુલા
2017ની વિધાનસભા ચૂંટણીમાં જ્યાં સમગ્ર યુપીમાં ભાજપની લહેર ચાલી રહી હતી, ત્યાં રામપુરમાં આઝમ ખાન અને તેમના દિકરા અબ્દુલા બંને પોતાની સીટ જીતવામાં સફળ રહ્યા હતા. અબ્દુલા આઝમે ભાજપના લક્ષ્મી સૈનીને 20 હજારથી પણ વધુ મતથી હરાવ્યા હતા. જ્યારે બીએસપીના નવાબ કાઝિમ અલી ત્રીજા નંબરે રહ્યા હતા.