સંસદની લાઈબ્રેરી બિલ્ડિંગમાં તમામ પક્ષોની બેઠક શરૂ થઈ ગઈ છે. આ બેઠક શિયાળુ સત્ર શરૂ થવાના એક દિવસ પહેલા કેન્દ્રીયપ્રધાન પ્રહ્લાદ જોશી દ્વારા બોલાવવામાં આવી છે.
લોકસભાના શિયાળુસત્ર પહેલા સર્વપક્ષીય બેઠક શરૂ, PM મોદીએ આપી હાજરી
નવી દિલ્હીઃ સંસદના શિયાળુ સત્રની શરૂઆત પહેલા કેન્દ્રીય પ્રધાન પ્રહ્લાદ જોશીએ તમામ પક્ષોની બેઠક બોલાવી છે. તેમણે તમામ સભ્યોને યોગ્ય રીતે સંસદ ચલાવવા સહયોગ આપે તેવી વિનંતી કરી છે. બેઠકમાં ભાગ લેવા વડાપ્રધાન મોદી પણ પહોંચ્યા હતા.
all-party-meet-in-delhi central minister prahlad joshi શિયાળુ સત્ર winter session Indian parliament parliament next session
ગૃહપ્રધાન અમિતશાહ, કેન્દ્રીયપ્રધાન થાવરચંદ ગહેલોત અને અર્જુનરામ મેઘવાલ આ બેઠકમાં ભાગ લેવા પહોંચ્યા છે. બહુજન સમાજવાદી પક્ષના સાંસદ સતીશ ચંદ્ર મિશ્રા, TMC સાંસદ ડેરેક ઓ બ્રાયન અને સુદીપ બંદોપાધ્યાય, એલજેપીના ચિરાગ પાસવાર અને કોંગ્રેસ સાંસદ અધીર રંજન ચૌધરી પણ પહોંચ્યા છે.
શનિવારે લોકસભા સ્પીકર ઓમ બિડલાએ સર્વપક્ષીય બેઠક બોલાવી હતી. જેમાં વડાપ્રધાન મોદી સહિત કેટલાય વરિષ્ઠ નેતાઓ સામેલ થયા હતા, સંસદનું શિયાળુ સત્ર 18 નવેમ્બરથી શરૂ થશે.
Last Updated : Nov 17, 2019, 1:01 PM IST