ગુજરાત

gujarat

દિલ્હીમાં 160 મીડિયાકર્મીની તપાસ, તમામ નેગેટિવ

By

Published : Apr 25, 2020, 12:09 AM IST

રાષ્ટ્રની રાજધાનીમાં 22 એપ્રિલે 160 મીડિયા કર્મચારીઓની કોવિડ -19 માટે તપાસ કરવામાં આવી હતી. જેમાંથી એક પણ કર્મચારી કોરોના વાઇરસથી સંક્રમિત નથી.

etv bharat
દિલ્હીમાં 160 મીડિયાકર્મિઓની તપાસ કરવામાં આવી, કોઈ પણ કોવિડ -19 થી સંક્રમિત નથી

નવી દિલ્હી: રાષ્ટ્રની રાજધાનીમાં 22 એપ્રિલે 160 મીડિયા કર્મચારીઓની કોવિડ -19 માટે તપાસ કરવામાં આવી હતી. જેમાંથી એક પણ કર્મચારી કોરોના વાઇરસથી સંક્રમિત નથી. દિલ્હી સરકારના જણાવ્યા અનુસાર, પત્રકારો, ફોટોગ્રાફરો અને પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાના કેમેરામેન સહિત 160 મીડિયાકર્મીઓના 22 એપ્રિલે નમૂના લેવામાં આવ્યાં હતાં. અધિકારીએ જણાવ્યું હતું કે, "તેમાંથી કોઈ પણ કોરોના વાઇરસથી સંક્રમિત નથી."

દિલ્હીની સત્તાધારી આમ આદમી પાર્ટીએ રાષ્ટ્રીય રાજધાનીમાં મીડિયા વ્યક્તિઓ માટે કોવિડ-19 પરીક્ષણ કેન્દ્ર બનાવ્યું છે. મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે આ અઠવાડિયાની શરૂઆતમાં મીડિયા વ્યક્તિઓ માટે કોવિડ-19 પરીક્ષણ કેન્દ્ર સ્થાપવાની જાહેરાત કરી હતી અને કહ્યું હતું કે, તેઓ કોરોના વાઇરસ સામેની લડતમાં પણ મોખરે છે.

મુંબઈમાં 53 પત્રકારોને કોરોના વાઇરસથી સંક્રમિત હોવાનું સામે આવ્યા બાદ આ જાહેરાત કરવામાં આવી હતી.

ABOUT THE AUTHOR

...view details