નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતના 74મા સ્વતંત્રતા દિવસ 2020ના પ્રસંગે 6 લાખથી વધુ ગામોને ઓપ્ટિકલ ફાઇબર નેટવર્ક આપવાની જાહેરાત કરી હતી. આ અંગે મોદીએ કહ્યું કે, તમામ 6 લાખથી વધુ ગામોમાં ઓપ્ટિકલ ફાઇબર નેટવર્ક પ્રદાન કરવામાં આવશે.
PM મોદીનું મોટું એલાન- 6 લાખ ગામોનું ઓપ્ટિકલ ફાઇબર નેટવર્કથી થશે જોડાણ - ગ્રામ પંચાયત ઓપ્ટિકલ ફાઇબર
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતના 74મા સ્વતંત્રતા દિવસ 2020ના પ્રસંગે 6 લાખથી વધુ ગામોને ઓપ્ટિકલ ફાઇબર નેટવર્ક આપવાની જાહેરાત કરી હતી. આ અંગે મોદીએ કહ્યું કે, તમામ 6 લાખથી વધુ ગામોમાં ઓપ્ટિકલ ફાઇબર નેટવર્ક પ્રદાન કરવામાં આવશે.
આ સાથે જ PM મોદીએ જણાવ્યું હતું કે, અમે નક્કી કર્યું છે કે આવતા 1000 દિવસમાં દેશના તમામ છ લાખ ગામોને ઝડપી ઇન્ટરનેટ સુવિધા પૂરી પાડતા ઓપ્ટિકલ ફાઇબર નેટવર્ક સાથે જોડવામાં આવશે. આ સાથે સરકાર ટૂંક સમયમાં નવી સાયબર સુરક્ષા નીતિ લાવશે. PM મોદીએ ન્યૂ ઈન્ડિયાના નિર્માણ માટે કહ્યું કે, પાંચ વર્ષમાં 1.5 લાખ ગ્રામ પંચાયતોને ઝડપી ઇન્ટરનેટ સુવિધા પૂરા પાડતી ઓપ્ટિકલ ફાઇબર સુવિધા સાથે જોડવામાં આવી છે. આ સુવિધા બીજા એક લાખ સુધી લંબાવાઈ રહી છે. મોદીએ કહ્યું કે, આગામી 1000 દિવસમાં લક્ષદ્વીપ સબમરીન ઓપ્ટિકલ ફાઇબર કેબલથી પણ જોડાઈ જશે.
ઓપ્ટિકલ ફાઇબર મુદ્દે PM મોદીએ કહ્યું કે, 2014 પહેલા દેશમાં માત્ર 5 ડઝન પંચાયત ઓપ્ટિકલ ફાઇબરથી જોડાયેલી હતી. છેલ્લા પાંચ વર્ષમાં દેશના દોઢ લાખ ગ્રામ પંચાયતને ઓપ્ટિકલ ફાઇબર સાથે જોડવામાં આવી છે. જો કે, આગામી 1000 દિવસમાં આ લક્ષ્યને પુરુ કરવામાં આવશે. આવનારા 1000 દિવસમાં દેશના દરેક ગામને ઓપ્ટિકલ ફાઇબરથી જોડવામાં આવશે.