ગુજરાત

gujarat

ETV Bharat / bharat

કોરોના વાઇરસનો પ્રકોપ: દિલ્હીમાં તમામ મોલ બંધ - CORONA

કોરોના વાઇરસના સંક્રમણથી બચવા માટે મહારાષ્ટ્ર સરકાર બાદ દિલ્હી સરકારે મોટો નિર્ણય લીધો છે. દિલ્હીમાં તમામ શોપિંગ મોલ બંધ કરવાની જાહેરાત કરાઈ છે. મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે ટ્વીટ કરીને તેની જાહેરાત કરી છે. આ સાથે જ કહ્યું છે કે, મોલમાં શાકભાજી, મેડિકલ સ્ટોર અને કરિયાણાની દુકાનો ખુલ્લી રહેશે. આવામાં કોઈ પણ વ્યક્તિએ પેનિક થવાની જરૂર નથી.

કોરોના વાઇરસનો પ્રકોપ : દિલ્હીમાં તમામ મોલ બંધ
કોરોના વાઇરસનો પ્રકોપ : દિલ્હીમાં તમામ મોલ બંધ

By

Published : Mar 20, 2020, 5:04 PM IST

દિલ્હી: કોરોના વાઇરસના વધતા કેસના કારણે મહારાષ્ટ્ર સરકાર બાદ દિલ્હી સરકારે પણ મહત્વનો નિર્ણય કર્યો છે. દિલ્હીમાં તમામ મોલ બંધ રાખવાની જાહેરાત મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ દ્વારા કરવામાં આવી છે. તેમણે કહ્યું કે, પરિસ્થિતીને ધ્યાનમાં રાખીને મોલને બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જો કે, કિરાણા, શાળ અને દવાઓની દુકાન ખુલ્લી રહેશે. ઉલ્લેખનીય છે કે, દેશમાં કોરોના વાઇરસના કેસ વધી રહ્યા છે, જેની સંખ્યા દિલ્હીમાં 17 થઇ છે.

દિલ્હી સરકારનો આ નિર્ણય મહારાષ્ટ્ર સરકારે લીધેલા પગલા બાદ આવ્યો છે. મહારાષ્ટ્ર સરકારે મુંબઈ મેટ્રોપોલિટન ક્ષેત્ર, પુણે, પિંપરી-ચિંચવડ અને નાગપુરમાં જરૂરી સામાનની દુકાનો છોડીને તમામ બાબતો બંધ કરવાનો નિર્ણય લીધો છે. રાજ્ય સરકારે કહ્યું કે, સરકારી ઓફિસોમાં માત્ર 25 ટકા કર્મચારીઓ જ કામ કરશે. ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્રમાં ત્રણ વધુ કેસ પોઝિટિવ આવ્યા બાદ રાજ્યમાં કોરોના વાઇરસના કેસનો આંકડો 52 પહોંચી ગયો છે. રાજ્યના આરોગ્ય પ્રધાન રાજેશ ટોપેએ આ માહિતી આપી હતી.

ગત 48 કલાકમાં દેશમાં કોરોના વાઇરસના કેસમાં જબરદસ્ત ઉછાળો આવ્યો છે. શુક્રવારે જ લખનઉથી 4, મહારાષ્ટ્રથી 3, ગુજરાતથી 3, પંજાબથી 3 નવા કેસ સામે આવ્યા છે. દેશમાં અત્યાર સુધી કોરોના વાઇરસથી અસરગ્રસ્ત લોકોનો આંકડો 210 પર પહોંચી ગયો છે, જ્યારે 5 લોકોના મોત નિપજ્યા છે.

મોલ બંધ કરાવતાં પહેલા દિલ્હી સરકારે કોરોના વાઇરસને કારણે તમામ સ્કૂલ, કૉલેજ, સિનેમા હોલ બંધ કરવાના આદેશ આપ્યા હતા. તો પ્રાઈવેટ ફર્મના લોકોને અપીલ કરાઈ હતી કે, તેઓ પોતાના કર્મચારીઓને વર્ક ફ્રોર હોમ આપે.

ABOUT THE AUTHOR

...view details