ગુજરાત

gujarat

By

Published : Jun 24, 2020, 3:00 PM IST

Updated : Jun 24, 2020, 5:35 PM IST

ETV Bharat / bharat

RBI હેઠળ રહેશે કૉઓપરેટિવ બેન્ક, 8 કરોડ લોકોને લાભ થશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેબિનેટની મહત્વપૂર્ણ બેઠક યોજી હતી. આ બેઠકમાં ઘણા મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે. બેઠક બાદ કેન્દ્રીય પ્રધાન પ્રકાશ જાવડેકરે કહ્યું કે, બેન્કિંગ ક્ષેત્રને લઈને મોટા નિર્ણયો લેવામાં આવ્યા છે. હવે સહકારી બેંકો રિઝર્વ બેંકના કાર્યક્ષેત્રમાં આવશે.

કેબિનેટની મહત્વપૂર્ણ બેઠક યોજાઇ
કેબિનેટની મહત્વપૂર્ણ બેઠક યોજાઇ

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાનીમાં બુધવારે કેબિનેટની બેઠક યોજાઇ હતી. બેઠક બાદ કેન્દ્રીયપ્રધાન પ્રકાશ જાવડેકરે કહ્યું કે, આજે અંતરિક્ષ વિજ્ઞાન અને બેન્કોને લઈને મોટા સુધારના અધ્યાદેશને મંજૂરી આપવામાં આવી છે. હવે સરકારી બેન્ક (અર્બન કો-ઓપરેટિવ બેન્ક હોય કે મલ્ટી સ્ટેટ કો-ઓપરેટિવ બેન્ક) રિઝર્વ બેન્કના સુપર વિઝન પાવરમાં આવી જશે. તમામ 1540 સહકારી અને મલ્ટી બેંકો રિઝર્વ બેંક હેઠળ કાર્યરત થશે.

કેન્દ્રીય પ્રધાન પ્રકાશ જાવડેકરે કહ્યું કે, 1482 શહેરી સહકારી બેન્ક અને 58 બહુ રાજ્ય સહકારી બેન્ક સહિત સરકારી બેન્કોને હવે ભારતીય રિઝર્વ બેન્કના સુપર વિઝન હેઠળ લાવવામાં આવી રહી છે. આરબીઆઈની શક્તિઓ જેમ અનુસૂચિત બેન્કો પર લાગૂ થાય છે, તેમ સહકારી બેન્કો પર પણ લાગૂ થશે.

કેન્દ્રીય પ્રધાન પ્રકાશ જાવડેકરે કહ્યું કે, આરબીઆઈના સુપરવિઝનમાં 1540 સહકારી બેન્કોને લાવવાના નિર્ણયથી તેના ખાતાધારકોને ફાયદો મળશે. આ બેન્કોમાં 8.6 કરોડથી ગ્રાહકોને આશ્વાશન મળશે કે બેન્કોમાં જમા 4.84 લાખ કરોડ રૂપિયા સુરક્ષિત રહેશે.

તેમણે વધુમાં કહ્યું કે, કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં મહત્વના નિર્ણયો કરવામાં આવ્યા છે. અંતરિક્ષ વિજ્ઞાનના ક્ષેત્રોમાં ખુબ મોટા સુધારા કરવામાં આવ્યા છે. આજ સુધી આપણે અંતરિક્ષમાં સારો વિકાસ કર્યો છે, હવે તે એક રીતે બધાના ઉપયોગ માટે ખોલવામાં આવી રહ્યાં છે. કુશીનગર એરપોર્ટને આંતરરાષ્ટ્રીય એરપોર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે.

કેન્દ્રીય પ્રધાન પ્રકાશ જાવડેકરે કહ્યું કે, કેન્દ્રીય કેબિનેટે અન્ય પછાત વર્ગની અંદર ઉપ-વર્ગીકરણના મુદ્દાની તપાસ માટે રચેલા આયોગનો કાર્યકાળ વધુ છ મહિના એટલે કે 31 જાન્યુઆરી 2021 સુધી વધારવાની મંજૂરી આપી દીધી છે.

તેમણે એમ પણ કહ્યું કે, મુદ્રા લોન યોજના અંતર્ગત શિશુ મુદ્રા લોન લેનારા 9 કરોડ 37 લાખ લોકોને વ્યાજમાં 2 ટકાની છૂટ મળશે,. લારી લઈને ઉભા રહેતા કે નાના દુકાનદારો મુદ્રા યોજના પહેલા સાહુકારો પાસેથી રૂપિયા લેતા હતા અને તોતિંગ વ્યાજ ચૂકવતા હતા. હવે તેમને બેંકોમાંથી રૂપિયા મળે છે અને 2 ટકા છૂટ મળશે. નાના લોકોને મોટો ફાયદો આપતી યોજના છે. 1 જૂન 2020થી આ યોજના લાગુ થશે અને 31 મે 2021 સુધી ચાલુ રહેશે. આ માટે ચાલુ વર્ષે 1540 કરોડ રૂપિયા ખર્ચ કરાશે.

કેબિનેટની બેઠકમાં પશુધન વિકાસ માટે 15000 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. તેનાથી દૂધનું ઉત્પાદન પણ વધશે અને લાખો લોકોને રોજગાર મળશે.

આ પહેલા 1 જૂનના રોજ કેબિનેટ બેઠક મળી હતી. મોદી સરકારના બીજા કાર્યકાળની પ્રથમ વર્ષગાંઠ બાદ સોમવારે કેબિનેટની પહેલી બેઠક મળી હતી. કેન્દ્રીય પ્રધાનો પ્રકાશ જાવડેકર, નીતિન ગડકરી અને નરેન્દ્રસિંહ તોમરે કેબિનેટની બેઠકમાં લીધેલા મહત્વપૂર્ણ નિર્ણયો વિશે માહિતી આપી હતી.

જાવડેકરે જણાવ્યું હતું કે, બેઠકમાં ખેડૂતોના લાભ અંગે ચર્ચા કરવામાં આવી હતી. તેમણે કહ્યું કે, કોરોનાના કારણે લાગેલા લોકડાઉન પછી સરકાર ગરીબો પ્રત્યે સંવેદનશીલ છે.

Last Updated : Jun 24, 2020, 5:35 PM IST

ABOUT THE AUTHOR

...view details