મધ્ય પ્રદેશઃ રામ જન્મભૂમિ તિર્થ ક્ષેત્ર ટ્રસ્ટના અધ્યક્ષ મહંત નૃત્ય ગોપાલ દાસે રામ મંદિરના નિર્માણ અંગે મોટુ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, મંદિર બનાવવા માટે સરકાર પાસેથી ફાળો કે, એકપણ રૂપિયો લેવાશે નહીં. આ સાથે તેમણે જેમને ઘર્મમાં રૂચિ હોય તેવા દરેક રાજ્યના રાજ્યપાલ અને મુખ્ય પ્રધાનને રામ મંદિરના નિર્માણમાં સહયોગ આપવા આમંત્રણ આપ્યું હતું.
રામમંદિર ટ્રસ્ટના અધ્યક્ષ નૃત્ય ગોપાલ દાસે કહ્યું- 'મદિર નિર્માણનો બોજ સરકાર પર નહીં' - વિશ્વ હિન્દુ પરિષદ
રામ જન્મભૂમિ તિર્થ ક્ષેત્ર ટ્રસ્ટના અધ્યક્ષ મહંત નૃત્ય ગોપાલ દાસ સહિત ટ્રસ્ટના સભ્યોએ ગુરૂવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે કહ્યું કે, દરેક રાજ્યના રાજ્યપાલ અને મુખ્ય પ્રધાન જેમને ઘર્મમાં રૂચિ હોય તેઓ રામ મંદિરના નિર્માણમાં સહયોગ આપવા ટ્રસ્ટ આમંત્રણ આપે છે.
મહંત નૃત્ય ગોપાલ દાસે જણાવ્યું કે, સરકાર પાસેથી કોઈ દાન લેવામાં નહીં આવે. ટ્રસ્ટને જાણ છે કે, સરકાર પહેલેથી જ નાણાંકીય ભીસમાં છે, મંદિરનો બોજ સરકાર પર થોપી ન શકાય. મંદિર જનતાના ફાળામાંથી બનાવવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, રામ જન્મભૂમિ તિર્થ ક્ષેત્ર ટ્રસ્ટના અધ્યક્ષ મહંત નૃત્ય ગોપાલ દાસ સહિત ટ્રસ્ટના સભ્યોએ ગુરૂવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાત કરી હતી, તેમણે મોદીને અયોધ્યા આવવા નિમંત્રણ આપ્યું હતું. આ પહેલા વિશ્વ હિન્દુ પરિષદના નેતા ચંપત રાય અને ગોવિંદગીરી સમાવિષ્ટ પ્રતિનિધિમંડળ 20 ફેબ્રઆરીના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યું હતું.