નવી દિલ્હી: કોરોના વાઇરસની મહામારી વચ્ચે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ કહ્યું કે, તમામ ભાજપ સાંસદ સરકાર દ્વારા કરાઇ રહેલા કાર્યોમાં મદદ કરવા માટે પોતાની સાંસદ નિધિમાંથી એક કરોડ રુપિયા કેન્દ્રીય સહાયતા ભંડોળમાં આપશે.
તમામ ભાજપ સાંસદ એક કરોડ અને ધારાસભ્યો આપશે એક માસનું વેતન: નડ્ડા
દેશમાં કોરોના વાઇરસનું સંક્રમણ વધી રહ્યું છે. કોરોનાના સંક્રમણને રોકવા માટે સરકાર દરેક સંભવ પગલા ભરી રહી છે. તેની વચ્ચે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી નડ્ડાએ કહ્યું કે, ભાજપના તમામ સાંસદ કોરોના વાઇરસને નાથવા માટે સરકાર દ્વારા કરવામાં આવેલા કાર્યોમાં મદદ કરવા માટે એક કરોડ રુપિયા આપશે.
જે પી નડ્ડા
તેમણે ટ્વીટ કરીને કહ્યું કે, તમામ ભાજપના સાંસદ કોરોના વાઇરસને અટકાવવા સરકાર દ્વારા કરાઇ રહેલા કાર્યોમાં મદદ કરવા માટે પોતાની સાંસદ નિધિમાંથી એક કરોડ રુપિયા કેન્દ્રીય સહાયતા ભંડોળમાં આપશે.
તેમણે અન્ય ટ્વીટ કરીને કહ્યું કે, ભારતીય જનતા પાર્ટીના તમામ સાંસદો અને ધારાસભ્યો પોતાનું એક માસનું વેતન કોરોના વાઇરસની મહામારી અને જરુરિયાતમંદ લોકોની મદદ માટે સરકાર દ્વારા કરવામાં આવી રહેલા કાર્યોમાં આપીને મદદ હેતુ કેન્દ્રીય રાહત ભંડોળમાં દાન કરશે.