કેન્દ્રિય કાનૂનપ્રધાન રવિશંકર પ્રસાદે પત્રકાર પરિષદમાં આશ્ચર્યજનક નિવેદન આપતા જણાવ્યું હતુ કે, દેશમાં મંદીનો કોઈ માહોલ નથી, સિનેમાઘરોમાં રજૂ થતી ફિલ્મો 120 કરોડની કમાણી કરતી હોય તો મંદી કઈ રીતે કહેવાય? ઉપરાંત દેશના તમામ લોકોને સરકારી નોકરી આપવાનું વચન મોદી સરકારે ક્યારેય આપ્યુ નથી.
રવિશંકર પ્રસાદના આશ્ચર્યજનક નિવેદન સામે વિપક્ષનો હલ્લાબોલ, કોંગ્રેસ નેતા અલ્કા લાંબાએ કહ્યુંઃ આખા દેશમાં સિનેમા ખોલાવી દો - CONGRESS NEWS
નવી દિલ્હીઃ હાલમાં જ આમ આદમી પાર્ટીમાંથી કોંગ્રેસમાં જોડાયેલા અલ્કા લાંબાએ સત્તાધારી પક્ષને આડે હાથ લીધો છે. કેન્દ્રિય પ્રધાન રવિશંકર પ્રસાદના મંદી અંગેના નિવેદન સામે રોષ ઠાલવતા તેમણે કહ્યું કે, સરકારે આખા દેશમાં સિનેમા ઘર ખોલાવી દેવાની જરૂર છે.
![રવિશંકર પ્રસાદના આશ્ચર્યજનક નિવેદન સામે વિપક્ષનો હલ્લાબોલ, કોંગ્રેસ નેતા અલ્કા લાંબાએ કહ્યુંઃ આખા દેશમાં સિનેમા ખોલાવી દો](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4733332-812-4733332-1570892618490.jpg)
ALKA LAMBA
તેમના આ નિવેદન પર વિપક્ષે હલ્લાબોલ શરૂ કર્યો છે. આમ આદમી પાર્ટીમાંથી કોંગ્રેસમાં જોડાયેલા અલ્કા લાંબાએ આ અંગે ટ્વીટ કરી કેન્દ્રિય પ્રધાન પર કટાક્ષ કર્યો કે, 'આ હિસાબથી તો ભાજપ સરકારે સિનેમા વિભાગની સ્થાપના કરી, દેશભરમાં સિનેમા ગૃહો શરૂ કરી દેવા જોઈએ. રોજ 2-3 ફિલ્મો લોકોને બતાવવી જોઈએ. લોકો ફિલ્મોમાં ઉંડા ઉતરી જશે, જેથી બધી મુશ્કેલીઓ ભૂલી જશે. સાથે જ દેશનું તમામ દેવુ પણ ગણતરીના મહિનાઓમાં પુરુ થઈ જશે.'