અલ્કા લાંબાએ ટ્વીટ કરીને કહ્યું કે, તેઓ (મોહમ્મદ બિન સલમાન) સીધા પાકિસ્તાનથી આવી રહ્યા છે જેથી મોદીજી દ્ધારા આવું સ્વાગત કરવું બને છે. તેમણે વધુમાં લખ્યું કે PM ઈચ્છતા તો જેવો વ્યવહાર કેનડાના PM (જસ્ટિન ટૂડો) સાથે કર્યો હતો તેવો વ્યવહાર પણ કરી શકતા હતા, ખેદ છે કે તેવું ના થઈ શકયું
કેનડાના PM જસ્ટિન ટૂડો ભારતના પ્રવાસે આવ્યા હતા ત્યારે સરકારે પ્રોટોકોલના કારણે તેમનું સ્વાગત નહતું કર્યું. કોઈ પણ કેબિનેટ પ્રધાન તેમના સ્વાગત માટે નહતા ગયા. તેમની સાથે આવો વ્યવહાર એટલા માટે કરવામાં આવ્યો કારણ કે તેઓ ખાલિસ્તાની આંદોલનના સમર્થક માનવામાં આવે છે.
સાઉદી અરબના પ્રિન્સ ક્રાઉન મોહમ્મદ બિન સલમાન ભારતના પ્રવાસે છે. બંને દેશો વચ્ચે ઘણા મહત્વપૂર્ણ કરાર પર હસ્તાક્ષર થશે. પ્રિન્સ સલમાન એરપોર્ટ પહોંચ્યા તો PM મોદીએ વ્યક્તિગત રીતે PM તેમનું સ્વાગત કર્યું હતું.
નોંધનીય છે કે બે દિવસ પહેલા સાઉદી પ્રિન્સ પાકિસ્તાનના પ્રવાસ પર હતા. ત્યાં પાકિસ્તાનના PM ઈમરાન ખાને પોતે ગાડી ચલાવીને તેમને પોતાના નિવાસ સ્થાને લઈ ગયા હતા. ત્યાં બંને દેશો વચ્ચે લગભગ 20 અરબ ડોલરના કરાર પર હસ્તાક્ષર થયા છે.
ઉલ્લેખનીય છે કે, સાઉદી પ્રિન્સ ભારત પાકનો પ્રવાસ એવા સમયે કરી રહ્યા છે કે જ્યારે પુલવામા હુમલાને લઈને બંને દેશો વચ્ચે તણાવ વધારે છે. આવું એટલા માટે કે પુલવામા હુમલાની જવાબદારી અઝહર મસૂદના જૈશ એ મોહમ્મદે લીધી છે, તે પાકિસ્તાન માંથી તેનું સચાલન કરે છે.