ગુજરાત

gujarat

ETV Bharat / bharat

સોનિયા ગાંધીને મળવા પહોંચી અલ્કા લાંબા, કોંગ્રેસમાં જોડાય તેવી શક્યતા - આમ આદમી પાર્ટી

નવી દિલ્હી: આમ આદમી પાર્ટીના બળવાખોર નેતા અલ્કા લાંબા કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને મળવા 10 જનપથ સ્થિત તેમના નિવાસ સ્થાને મળવા પહોંચ્યા છે. હાલ ચર્ચામાં છે કે, અલ્કા કોંગ્રેસ પાર્ટીમાં જોડાઈ શકે છે.

file

By

Published : Sep 3, 2019, 1:26 PM IST

જણાવી દઈએ કે, ઘણા લાંબા સમયથી અલ્કા પાર્ટી અને કેજરીવાલથી રિસાયેલા જણાય છે. ત્યાં સુધી કે, એક વાર તો તેમણે મુખ્યપ્રધાન કેજરીવાલને દિલ્હીના ચાંદની ચૌકથી ચૂંટણી લડવાનો પડકાર પણ ફેક્યો હતો. સાથે સાથે તેમણે અપક્ષ ચૂંટણી લડવાની પણ વાત કહી હતી.

અલ્કા લાંબા અગાઉ પણ 20 વર્ષ સુધી કોંગ્રેસની સભ્ય રહી છે. વર્ષ 2014માં તેણે આમ આદમી પાર્ટીનું સભ્યપદ મેળવ્યું હતું. હાલમાં તે દિલ્હીના ચાંદની ચૌકથી ધારાસભ્ય છે.

ABOUT THE AUTHOR

...view details