અલીગઢ: વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર મામલે ભાજપના ધારાસભ્ય રાજકુમાર સહયોગી ઇગલાસ તહસીલના ગોંડા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. થોડા દિવસો પહેલા વીએચપી એક્ટિવિસ્ટ રોહિતનો જમીન અંગે સલીમ સાથે વિવાદ થયો હતો અને સલીમ પક્ષના લોકોએ ઘરમાં ઘૂસીને તેને માર માર્યો હતો. પહેલા સ્ટેશન પ્રભારીએ સલીમ વિરુદ્ધ કેસ નોંધ્યો હતો. ત્યારબાદ, રોહિત વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાયો હતો.
અલીગઢ: ભાજપના MLA રાજકુમાર સહયોગીએ પોલીસ પર મારપીટના આરોપ લગાવ્યા - BJP MLA was beaten up
અલીગઢના ગોંડા પોલીસ સ્ટેશનમાં વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર વિરુધ્ધ કેસ નોંધાયા બાદ લોબીંગ કરવા આવેલા ભાજપના ધારાસભ્ય સાથે પોલીસ સ્ટેશનના પ્રભારી વચ્ચે બોલાચાલી થઈ હતી. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, તેઓએ એક બીજા પર હાથ ઉપાડ્યો હતો. આ ઝઘડામાં ભાજપના ધારાસભ્યનો શર્ટ ફાટ્યો હતો. કાર્યકર્તાઓને સમાચાર મળતાની સાથે જ પોલીસ સ્ટેશનને ઘેરી લઈને, પોલીસ વિરુદ્ધ ઉગ્ર સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. એસ.પી ગ્રામીણ સહિત અનેક પોલીસ મથકોના ફોર્સ પોલીસ મથકે પહોંચ્યો હતો અને મામલાના નિરાકરણ માટે એસએસપી, સાંસદ સતિષ ગૌતમ અને ભાજપના ધારાસભ્ય વાત કરી રહ્યા છે.
![અલીગઢ: ભાજપના MLA રાજકુમાર સહયોગીએ પોલીસ પર મારપીટના આરોપ લગાવ્યા અલીગઢ: ભાજપના MLA રાજકુમાર સહયોગીએ પોલીસ પર મારપીટના લગાવ્યા આરોપ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-09:44:19:1597248859-up-ali-02-dispute-between-bjp-mla-and-police-vis-byte-7203577-12082020164932-1208f-01851-1062.jpg)
ભાજપના ધારાસભ્ય રાજકુમાર સહયોગી પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ અનુજકુમાર સૈની પર રોહિત વિરુદ્ધ પૈસા લઈને કેસ દાખલ કરવાનો આરોપ લગાવ્યો હતો અને તેના પર રોહિતને પોલીસ સ્ટેશન બોલાવી માર મારવાનો પણ આરોપ છે. ભાજપના ધારાસભ્યએ જણાવ્યું કે, પોલીસ સ્ટેશનના પ્રભારી જ્યારે પોલીસ સ્ટેશન આવ્યા ત્યારે પોલીસ સ્ટેશનના પ્રભારીએ કહ્યું કે, અમે આ જ કરીશું અને આમ જ થશે ત્યારબાદ, વિવાદ પર ઉતરી આવ્યા. ભાજપના ધારાસભ્યએ કહ્યું કે, આ પછી ત્રણેય પોલીસ સાથે મળીને કપડાં ફાડ્યા હતા. જેમાં પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ અનુજ સૈની સહિત દેવેન્દ્ર અને વિવેક સામેલ હતા.
ભાજપના ધારાસભ્ય પર પોલીસના લોકો હાથપાઈના આરોપ લગાવી રહ્યા છે. પરંતુ ભાજપના ધારાસભ્ય રાજકુમાર સહયોગી કહ્યું કે, પોલીસે માર માર્યો છે. કપડાં ફાડયા છે. ભાજપના ધારાસભ્યએ કહ્યું કે, હવે ન્યાય જોઈએ છે. પોલીસ સ્ટેશનની બહાર ભાજપ કાર્યકરો પોલીસ સ્ટેશનની બહાર પહોંચી ગયા હતા અને પોલીસ સામે સૂત્રોચ્ચાર કર્યા હતા. સ્થળ પર અધિકારી સહિત પોલીસ ફોર્સ પણ પહોંચી હતી. તે જ દરમિયાન વિવાદના સમાધાન માટે એસએસપી, સાંસદ સતિષ ગૌતમ, ભાજપના અનેક ધારાસભ્યો સર્કિટ હાઉસમાં બેઠક કરી રહ્યા છે.