મુંબઈ: દેશની આર્થિક રાજધાની મુંબઈમાં મોટા આતંકી હુમલાની આશંકાના ઈનપુટ મળ્યા છે. જેને લઈ મુંબઈ પોલીસે શહેરમાં ડ્રોન ઉડાવવા પર પ્રતિબંધ લગાવ્યો છે. મુંબઈ પોલીસે આદેશ જાહેર કર્યો છે. ઇન્ટેલિજન્સ ઈનપુટ અનુસાર આવનારા તહેવારોને ધ્યાને લઈ આતંકી અથવા તો એન્ટી સોશિયલ એલિમેન્ટસ ડ્રોન અથવા રિમોટ ઑપરેટેડ લાઈટ એર ક્રાફટ, એર મિસાઈલ, પૈરાગ્લાઈડરસનો ઉપયોગ કરી મોટા આતંકી હુમલાને અંજામ આપી શકે છે. જેના નિશાન પર VVIP અથવા ભીડવાળી જગ્યા હોઈ શકે છે. આ સમગ્ર બાબતને ધ્યાને રાખી કોઈ પણ ફ્લાઈંગ ઑબ્જેક્ટને ઉડવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.
મુંબઈમાં આતંકી હુમલાની આશંકા, પોલીસે ફ્લાઈંગ ઑબ્જેક્ટ પર મુક્યો પ્રતિબંધ - આંતકી હુમલાને અંજામ
ઈન્ટેલિજેન્ટ ઈનપુટ મુજબ આગામી તહેવારોને લઈ આતંકી અથવા એન્ટી સોશિયલ એલિમેન્ટ્સ ડ્રોન અથવા તો રિમોટ ઑપરેટેડ લાઈટ એર ક્રાફટ, એર મિસાઈલ અથવા પૈરાગ્લાઈડરસનો ઉપયોગ કરી મોટા આંતકી હુમલાને અંજામ આપી શકે છે.

Alert in Mumbai
મુંબઈમાં અત્યારસુધીમાં સૌથી મોટો આતંકી હુમલો
મુંબઈમાં અત્યારસુધીમાં સૌથી મોટો આતંકી હુમલો 26 નવેમ્બર 2008ના રોજ થયો હતો. જેમાં પાકિસ્તાનથી આવેલા આતંકીઓએ મુંબઈમાં કેટલીક જગ્યાઓ પર આતંકી હુમલો કર્યો હતો. આ હુમલામાં 174 લોકોના મોત થયા હતા. તેમજ 300થી વધુ લોકો ઘાયલ થયા હતા. આગામી મહિનામાં દેશભરમાં તેહવારની સીઝન આવી રહી છે ત્યારે મુંબઈ પોલીસને આતંકી હુમલાના ઈનપુટ મળ્યા છે. ત્યારે સાવધાની રાખી મુંબઈ પોલીસે પહેલા જ ડ્રોન ઉડાવવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.