હૈદરાબાદઃ આ કોઇ એકલ-દોકલ બનાવ નથી. ક્વિકસપોર્ટ એપ ડાઉનલોડ કરનારા 80 ટકા સ્માર્ટફોન યુઝર્સે આ જ રીતે તેમના પૈસા ગુમાવી ચૂક્યા છે. તેને મોબાઇલ બેંકિંગ કે ડિજિટલ પેમેન્ટ એપ સમજીને યુઝર્સ તેમના ફોનમાં ક્વિકસપોર્ટ ડાઉનલોડ કરી રહ્યા છે. વાસ્તવમાં, સોફ્ટવેર કંપનીઓ અને કર્મચારીઓ આ એપ થકી લાભ મેળવે છે. પરંતુ, સાઇબર ક્રિમિનલ્સે બેંક એકાઉન્ટ હેક કરવા અને પૈસા લૂંટી લેવા માટે આ એપનાં ફિચર્સ સાથે ચેડાં કર્યાં છે.
સાવધાન..! ક્વિક સપોર્ટના સ્વાંગમાં થઇ રહ્યા છે સાઇબર-એટેક - સાઈબર સિક્યુરિટી
સર, હું એક ખાનગી કંપનીમાં નોકરી કરું છું. મારા દીકરાએ મારા ફોનમાં પેટીએમ એપ્લિકેશન ડાઉનલોડ કરી છે. ત્રણ દિવસ પહેલાં સંદીપ નામના એક માણસે મને ફોન કર્યો. તેણે મને મારી ડિટેઇલ્સ અપડેટ કરવા માટે ક્વિકસપોર્ટ નામની એપ ડાઉનલોડ કરવા જણાવ્યું. તેણે કહ્યું કે, એપ ડાઉનલોડ કર્યા પછી મને મારા ફોન પર એક કોડ મળશે. સોમવારે, મારા પર ત્રણ એસએમએસ આવ્યા. ગણતરીના કલાકોમાં જ, મારા ખાતામાંથી રૂ. 2.2 લાખ કપાઇ ગયા. હકીકતમાં, મેં કદી કોઇને મારો એક પણ ઓટીપી આપ્યો ન હતો. મને સમજાતું નથી કે આ બધું શું થયું – હૈદરાબાદમાં અંબેરપેટના એક રહેવાસી દ્વારા નોંધાવવામાં આવેલી ફરિયાદ.
જાહેર અને ખાનગી ક્ષેત્રની બેંકોએ તેમના ગ્રાહકોની જરૂરિયાતો સંતોષવા માટે ડિજિટલ સેવાઓ શરૂ કરી છે. SBI બડી અને ICICI પોકેટ્સ આવી લોકપ્રિય ડિજિટલ વોલેટ એપ્સ છે. આ ઉપરાંત, પેટીએમ અને ફોનપે જેવી કંપનીઓ ઇ-કોમર્સ પેમેન્ટ સિસ્ટમ તથા ડિજિટલ વોલેટ્સ પૂરાં પાડી રહી છે. સાઇબર ક્રિમિનલ્સે પીડિતોનાં બેંક એકાઉન્ટ ખાલી કરવા માટે ક્વિકસપોર્ટ જેવા નવતર અને સરળ માર્ગો શોધી કાઢ્યા છે. રાજસ્થાન અને બિહારના સાઇબર એટેકર્સ સ્માર્ટફોન યુઝર્સને ફોન કરે છે, તેમની સાથે હિંદી કે અંગ્રેજીમાં વાતચીત કરે છે અને તમને ક્વિકસપોર્ટ એપ ડાઉનલોડ કરવા માટે સમજાવે છે.
એસીપી (સાઇબર ક્રાઇમ) કેવીએમ પ્રસાદે જણાવ્યું હતું કે, હેકર્સ આવી મલિન ઇરાદાયુક્ત એપ્સ થકી બેંકની વિગતોની સાથે-સાથે ફોટા અને વિડિયો જેવા સંવેદનશીલ અંગત ડેટા સુધી પહોંચી જાય છે. સાઇબર હુમલાખોરો યુઝર્સના સંપર્કોની વિગતો પણ મેળવી શકે છે. તેમણે લોકોને ક્વિકસપોર્ટ એપ ડાઉનલોડ કરવા સમજાવતા આ પ્રકારના કોઇપણ ફોન કોલની અવગણના કરવાની વિનંતી કરી હતી. સાથે જ, તેમણે કોઇપણ એપ વિશે પૂરતું જ્ઞાન મેળવ્યા વિના તેને ઇન્સ્ટોલ ન કરવાની ચેતવણી આપી હતી.