અક્ષયકુમારની ફિલ્મ 'કેસરી'નું નવું સોન્ગ 'તેરી મિટ્ટી' રિલીઝ થઈ ગયું છે. આ સોન્ગ દેશભક્તિની ભાવનાઓથી ભરેલું છે. આ સોન્ગનું સંગીત ખૂબ શાનદાર છે અને તેના બોલ પણ ખૂબ જ સારા છે. આ સોન્ગને મનોજ મુંતશીરે લખ્યું છે અને અર્કોએ કંપોઝ કર્યું છે. આ સોન્ગને બી પ્રાકે ગાયું છે. એવું લાગે છે કે, આ સોન્ગ દેશના જવાનોને એક શ્રદ્ધાંજલિ આપવા માટે જ રિલીઝ કરવામાં આવ્યું છે.
'કેસરી'નું નવું ગીત 'તેરી મિટ્ટી' રિલીઝ, દેશભક્તિની અનોખી ઝલક... - News desk
ન્યૂઝ ડેસ્કઃ અક્ષય કુમારની આવનારી ફિલ્મ 'કેસરી'નું એક નવું સોન્ગ રિલીઝ થયું છે. આ ફિલ્મ ટૂંક સમયમાં જ રિલીઝ થશે. આ રિલીઝ થયેલા સોન્ગમાં આબેહુબ દેશભક્તિ જોવા મળે છે. આ ગીતમાં દેશ માટે પોતાના પ્રાણ ન્યોછાવર કરનારા જવાનો માટે એક શ્રદ્ધાંજલિનો સંદેશ છે.
bollywood
અક્ષયકુમારની આ ફિલ્મ 21 માર્ચે સિનેમાઘરોમાં આવશે. આ ફિલ્મમાં અક્ષય કુમાર સાથે પરિણીતી ચોપરા જોવા મળશે. આ ફિલ્મની વાર્તા સારાગઢી યુદ્ધ પર આધારિત છે. જેમાં શીખ રેજિમેન્ટના 21 સૈનિકોએ 10,000 અફઘાનીઓને ધૂળ ચટાડી હતી. અક્ષય કુમાર આ ફિલ્મમાં ઈશરસિંહની ભૂમિકામાં જોવા મળશે.