કર્ણાટકના દાવણગેરે શહેરના લેખક અને પત્રકાર વી. હનુમાનથપ્પાએ રામોજી રાવ પર 'અક્ષર યોદ્ધા રામોજી રાવ' નામનું પુસ્તક લખ્યું છે. જેનો અર્થ છે રામોજી રાવ, અક્ષરોના સિપાહી થાય છે.
હનુમાનથપ્પાએ તેમના પુસ્તકમાં લખ્યું છે કે, તેઓ રામોજી રાવના લખાણ અને સંપાદકીય લેખ નિયમિતપણે વાંચતા હતા. તેનાથી તેઓ ખૂબ પ્રભાવિત થયા હતા. આ રીતે તેમણે ઈનાડુના કોન્ટ્રીબ્યુટર તરીકે કામ કર્યું. બાદમાં ઈનાડુના સ્થાપક રામોજી રાવ તેમનો આદર અને પ્રેમ દિવસેને દિવસે વધતો ગયો. રામોજી રાવના પ્રશંસક હોવાને કારણે હનુમાનથપ્પાએ '75 વસંતકલા વેલુગુ' અને ઈનાડુની વિશેષ આવૃત્તિઓમાંથી રામોજી રાવની જીવન યાત્રા સંબંધિત માહિતી અને ફોટોઓ એકત્રિત કર્યાં.
'અક્ષર યોદ્ધા રામોજી રાવ' પુસ્તકનું અભિનેતા સાઈકુમારના હસ્તે વિમોચન 'અક્ષર યોદ્ધા રામોજી રાવ' પુસ્તકનું વિમોચન કર્ણાટકના દાવણગેરે શહેરની સિદ્ધગંગા સ્કૂલ ખાતે અભિનેતા સાઈકુમારના હસ્તે કરવામાં આવ્યું હતું. પુસ્તક વિમોચન બાદ અભિનેતા સાઈકુમારે જણાવ્યું કે, રામોજી રાવ એક મહાન વ્યક્તિત્વ છે. તેઓ ખેડૂત પરિવારમાં જનમ્યા અને સફળતાની ટોચ પર પહોંચ્યા. તેઓ પ્રચાર વિના કામ કરે છે. તેઓ દક્ષિણ ભારતમાં જન્મેલા અક્ષરોના સાચા સૈનિક'છે.
આ પુસ્તકમાં તેમની જીવન યાત્રા, ઈનાડુ અને ઈટીવીની શરુઆત, ઈનાડુ ગૃપ થકી હજારો લોકોને રોજગાર મેળવવામાં સહાય, રામોજી ફિલ્મ સિટી અને તેની સુંદરતા અને રામોજી રાવના પરિવાર વિશે જણાવવામાં આવ્યું છે.