ઉત્તરપ્રદેશ: પૂર્વ મુખ્યપ્રધાન અને સપા અધ્યક્ષ અખિલેશ યાદવે ફરી એકવાર ભાજપ સરકાર પર નિશાન સાધ્યું છે. અખિલેશે ટ્વીટ કરી ભાજપ સરકાર પર સવાલો ઉઠાવ્યા છે કે, એક તરફ કોરોનાને લઈને ભાજપ સરકાર મોટા મોટા દાવા કરી રહી છે કે, દર્દીઓની સારવાર માટે એક લાખ બેડ છે અને પર્યાપ્ત સુવિધાઓ છે, તો પછી આવનારી પેઢીઓ માટે સરકારે કેમ કોઈ સગવડતા ન કરી?
નોઇડામાં ગર્ભવતી મહિલાના મૃત્યુ અંગે અખિલેશે સાધ્યું યોગી પર નિશાન - પૂર્વ મુખ્યપ્રધાન અને સપા અધ્યક્ષ અખિલેશ યાદવ
ઉત્તરપ્રદેશના પૂર્વ મુખ્યપ્રધાન અને સપા અધ્યક્ષ અખિલેશ યાદવે ટ્વીટ કરી રાજ્યની હોસ્પિટલોમાં આરોગ્ય સુવિધાઓના અભાવને લઈને ભાજપ સરકાર પર નિશાન સાધ્યું છે.
નોઇડામાં ગર્ભવતી મહિલા ના અવસાન પર શોક વ્યક્ત કરતા તેમણે આ ટ્વીટ કર્યુ હતું. જેમાં તેમણે જણાવ્યું કે પ્રસૂતિ માટે હોસ્પિટલ શોધતા શોધતા ગર્ભવતી મહિલાનું મોત એ ખૂબ ગંભીર અને દુઃખદ ઘટના છે. કોરોનાના દર્દીઓ માટે એક લાખ બેડના દાવાઓ કરતી ભાજપ સરકાર અન્ય દર્દીઓ માટે કેમ સુવિધાઓ ન રાખી શકે? સરકારે એ પણ જણાવવું જોઈએ કે રાજ્યમાં અત્યાર સુધીમાં કેટલી હોસ્પિટલો બની છે.
નોઈડા જિલ્લામાં ૮ મહિનાની ગર્ભવતી મહિલાને પરિવારજનો દ્વારા પ્રસૂતિ માટે લઈ જવાઇ રહી હતી. ત્યારે અમુક હોસ્પિટલોએ બેડ નથી તેમ કહીને તેની સારવાર કરવાની ના પાડી દીધી હતી. આથી તાત્કાલિક સારવારના અભાવે તેનું રસ્તામાં જ મોત નિપજ્યું હતું. આ ઘટના સંદર્ભે અખિલેશ યાદવે ટ્વીટ કરી યોગી સરકાર પર નિશાન સાધ્યું હતું.