લખનઉઃ સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવે ભાજપ પર આક્ષેપ કર્યા છે. તેમણે કહ્યું કે, સંકટ સમયે ભાજપે જે રીતે મજૂરો અને તેમના પરિવારોને તેમના નસીબ પર છોડી દીધા હતાં, તે આ કૃત્ય માનવતા વિરોધી છે. મજૂરો તેમના પરિવારોની મહિલાઓ અને નિર્દોષ બાળકો સાથે જે પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છે, તે ભાજપ સરકારના માનવતા વિરોધી વલણનો પુરાવો છે.
અખિલેશે ભાજપ પર લગાવ્યો આરોપ
પૂર્વ મુખ્યપ્રધાન અખિલેશ યાદવે કહ્યું કે, ટ્રકોમાં લાચાર કામદારો ભરાયા છે. મુખ્યપ્રધાનની સૂચનાથી પોલીસને અન્યાય કરવાની, માર મારવાની પરમિશન મળી ગઈ છે. તેમણે યોગી સરકાર પર સવાલ ઉઠાવ્યો છે કે, જો સરકાર ટ્રકો બંધ કરી રહી છે તો સરકારે શા માટે 10 હજારથી વધુ રોડવે બસોથી મજૂરોને સલામત અને સન્માનથી પહોંચવામાં મોડું કર્યું?