લખનઉઃ સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અને પૂર્વ મુખ્યપ્રધાન અખિલેશ યાદવે લખનઉની ઈર્દગાહ પહોંચી મૌલાના ખાલિદ રશીદ ફરંગી મહલીને ઈદની શુભકામનાઓ પાઠવી હતી. અખિલેશ દર વર્ષે ઈર્દગાહ પર પહોંચી નમાજ બાદ લોકોને ઈદની શુભકામનાઓ પાઠવી છે.
અખિલેશે લખનઉની ઈર્દગાહ પહોંચી મૌલાનાઓને પાઠવી ઈદની શુભકામના - Akhilesh yadav news
સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અને પૂર્વ મુખ્યપ્રધાન અખિલેશ યાદવે લખનઉની ઈર્દગાહ પહોંચી મૌલાના ખાલિદ રશીદ ફરંગી મહલીને ઈદની શુભકામનાઓ પાઠવી હતી.
Akhilesh Yadav
સોમવારે ઈદના અવસર પર ઉત્તરપ્રદેશના પૂર્વ મુખ્યપ્રધાન અખિલેશ યાદવે લખનઉ ઈર્દગાહ પર પહોંચ્યાં હતાં. આ સાથે જ ત્યાં પહોંચી મૌલાનાઓ સાથે મુલાકાત કરી ખાલિદ રશીદ ફરંગી મહલીને ઈદની શુભકામનાઓ પાઠવી હતી. અખિલેશ સાથે સમાજવાદી પાર્ટીના મુખ્ય પ્રવક્તા રાજેન્દ્ર ચૌધરી પણ હાજર રહ્યાં હતાં.
કોરોના લોકડાઉનને કારણે સોશિયલ ડિસ્ટન્સનું પણ પાલન કરવામાં આવ્યું હતું. લોકડાઉનને કારણે પહેલી વાર એવું બન્યું કે ઈદના અવસર પર ઈર્દગાહ પર પાંચ લોકો જ હતાં.