લખનઉઃ સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવે વિકાસ દુબેની ધરપકડ સંદર્ભે સરકારને સ્થિતિ સ્પષ્ટ કરવા જણાવ્યું છે. તેમણે કહ્યું છે કે, સરકારે સ્પષ્ટતા કરવી જોઈએ કે તે આત્મસમર્પણ છે કે ધરપકડ. અખિલેશ યાદવે ટ્વીટ કર્યું છે કે, સમાચાર આવી રહ્યા છે કે 'કાનપુર-કાંડ'નો મુખ્ય ગુનેગાર પોલીસ કસ્ટડીમાં છે. જો આ સાચું છે તો તે આત્મસમર્પણ છે કે ધરપકડ છે તે સ્પષ્ટ થવું જોઈએ. તેના મોબાઈલની સીડીઆર પણ જાહેર કરો, જેથી સત્ય શું છે તે જાણી શકાય.'
વિકાસ દુબેએ સમર્પણ કર્યું છે કે તેની ધરપકડ કરવામાં આવી છે?: અખિલેશ યાદવ - akhilesh yadav tweet
વિકાસ દુબેની ધરપકડ બાદ ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યપ્રધાન અખિલેશ યાદવે ટ્વીટ કરીને સરકારને સ્થિતિ સ્પષ્ટ કરવા જણાવ્યું છે. તેમણે કહ્યું છે કે, સરકારે સ્પષ્ટ કરવું જોઈએ કે તે સમર્પણ છે કે ધરપકડ છે. આપને જણાવી દઈએ કે, આજે વિકાસ દુબેની ઉજ્જૈનથી ધરપકડ કરવામાં આવી છે.
કાનપુરમાં વિકાસ દુબેની ધરપકડ કરવા ગયેલી પર પોલીસ ટીમ પર હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં 8 પોલીસ જવાન શહીદ થયા હતા. આ પછી ઉત્તર પ્રદેશ પોલીસ વિકાસ દુબેની ધરપકડ માટે તમામ પ્રયાસો કરી રહી હતી. ગુરુવારે વિકાસ દુબેની ઉજ્જૈનથી ધરપકડ કરવામાં આવી હતી.
આ અગાઉ કાનપુર કેસના 2 આરોપી બવન શુક્લા અને પ્રભાત મિશ્રાની એસટીએફ દ્વારા ઠાર મારવામાં આવ્યા હતા. વિકાસ દુબે કેસ સાથે સંકળાયેલા ગુનેગાર રણબીર શુક્લા ઉર્ફે બવન ઇટાવા પોલીસ સાથેની એન્કાઉન્ટરમાં માર્યો ગયો હતો. પોલીસ મથકના સિવિલ લાઇન વિસ્તારમાં એન્કાઉન્ટર થયું હતું. આરોપી 50 હજાર રૂપિયાનું ઈનામ હતું. કાનપુરના ચૌબેપુર પોલીસ સ્ટેશનમાં વિકાસ દુબે પર કેસ નોંધવામાં આવ્યો છે.