નવી દિલ્હી :મોદી સરકાર દ્વારા લાવવામાં આવેલા કૃષિ બિલનો દેશમાં વિરોધ જોવા મળી રહ્યો છે. કૃષિ બિલના વિરોધમાં શિરોમણિ અકાલી દળે NDA સાથે છેડો ફાડી નાંખ્યો છે. પાર્ટીના અધ્યક્ષ સુખબીર સિંહ બાદલે કોર કમિટીની બેઠક કરી હતી. ત્યારબાદ NDAથી અલગ થવાનો નિર્ણય લીધો છે.
કૃષિ બિલ પર ભાજપને ઝટકો, અકાલી દળે NDA સાથે છેડો ફાડયો - સંસદમાં કૃષિ બિલ પસાર
શિરોમણી અકાલી દળે ભાજપના નેતૃત્વાળા NDAથી અલગ થવાનો નિર્ણય લીધો છે. અકાલી દળના અધ્યક્ષ સુખબીર સિંહ બાદલે પ્રેસ કૉન્ફરન્સમાં કૃષિ બિલના વિરોધમાં ગઠબંધનથી અલગ થવાનો નિર્ણય લીધો છે.
કૃષિ બિલ પર ભાજપને ઝટકો, અકાલી દળે NDA સાથે છેડો ફાડયો
આ પહેલા હરસિમરત કૌરે બિલના વિરોધમાં કેન્દ્રીય પ્રધાન પદ પરથી રાજીનામું આપ્યું હતું. સંસદમાં કૃષિ બિલ પસાર થયા બાદ ઘણા રાજ્યોમાં ખેડુતો અને વિરોધી પક્ષો બિલનો વિરોધ કરી રહ્યા છે.