બુધવારે ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)ની ક્લોઝ ડોર બેઠકમાં ચીને એકવાર ફરીથી કાશ્મીર મુદ્દો ઉઠાવ્યો હતો, પરંતુ પરિષદના અન્ય તમામ દેશોએ તેનો વિરોધ કર્યો હોવાથી તેનો પ્રયાસ નિષ્ફળ ગયો હતો.
પાક.-ચીનની યોજનાઓ પર પાણી ફળી વળ્યું, UNSCમાં કાશ્મીર મુદ્દેની ચર્ચા પર ઇન્કાર - UNSC ની ક્લોઝ ડૉર બેઠક
નવી દિલ્હી: પાકિસ્તાને ફરી એકવાર ચીનના માધ્યમથી સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)માં કાશ્મીરનો મુદ્દો ઉઠાવવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, UNSCના અન્ય સભ્યોએ આ મુદ્દે ચર્ચા કરવાની ચોંખી ના પાડી હતી. જેથી પાકિસ્તાને વળતો જવાબ મળ્યો હતો. સુરક્ષા પરિષદના સભ્યોએ કહ્યું કે, કાશ્મીર મુદ્દે ચર્ચા કરવા માટે આ સ્થાન યોગ્ય નથી.

pak
સુરક્ષા પરિષદની ક્લોઝ ડોર બેઠકમાં આફ્રિકન દેશોને લગતા મુદ્દા પર ચર્ચા કરવામાં આવી હતી. ફ્રાન્સનું વલણ બદલાયું નથી અને તે ખૂબ જ સ્પષ્ટ છે કે, કાશ્મીરનો મુદ્દો દ્વિપક્ષીય રીતે ઉકેલવો જોઇએ. આ વાત ઘણી વખત કહેવામાં આવ્યું છે અને યુએન સુરક્ષા પરિષદના ભાગીદારો તેનું પુનરાવર્તન કરતા જ રહેશે.
નોંધનીય છે કે, ગત મહિને ફ્રાન્સ, અમેરિકા, બ્રિટન અને રશિયાએ UNSCની ક્લોઝ ડૉર બેઠકમાં કાશ્મીર મુદ્દે ચર્ચા કરવાના ચીનના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો હતો.
Last Updated : Jan 16, 2020, 2:11 PM IST