પવારનો ભત્રીજા પર પલટ'વાર', અજીત પવારને ધારાસભ્ય દળના નેતાના પદેથી હાંકી કઢાયા - મહારાષ્ટ્ર રાજનીતિ
મહારાષ્ટ્રઃ મહારાષ્ટ્રમાં ભાજપ અને NCP નેતા અજીત પવારે મળીને સરકાર બનાવી છે. શનિવારે સવારે દેવેન્દ્ર ફડણવીસે રાજયના મુખ્યપ્રધાન તરીકે શપથ લીધા અને અજીત પવારે નાયબ મુખ્યપ્રધાન તરીકે શપથ લીધા છે. એવામાં NCP પ્રમુખ શરદ પવારે પાર્ટીના ધારાસભ્યો સાથે બેઠક કરી હતી. ત્યારબાદ અજીત પવારને ધારાસભ્ય અને પક્ષના નેતા તરીકે હટાવવામાં આવ્યાં છે.
rere
મહારાષ્ટ્રમાં હાઈવોલ્ટેજ ડ્રામા યથાવત છે. અજીત પવારે ભાજપને આપેલા સાથ બાદ NCP પ્રમુખ શરદ પવારે પાર્ટીના ધારાસભ્યો સાથે બેઠક કરી અજીત પવાર પર કાર્યવાહી કરી છે. શરદ પવારે ભત્રીજા અજીત પવારને ધારાસભ્ય પક્ષના નેતા તરીકે બરતરફ કર્યા છે. સાથે અજીત પવારની જગ્યાએ જયંત પાટીલની ધારાસભ્ય પદના નેતા તરીકે નિમણુક કરવામાં આવી છે.
Last Updated : Nov 23, 2019, 10:01 PM IST