સુપ્રીમ કોર્ટે ફ્લોર ટેસ્ટ આપવાનું જાહેર કર્યા બાદ મહારાષ્ટ્રમાં ફરી ઉથલ પાથલ થઇ છે. અજીત પવારે નાયબ મુખ્યપ્રધાન પદ પરથી માત્ર 4 જ દિવસના સમયગાળામાં રાજીનામુ આપ્યુ છે. જણાવી દઇએ કે આજે અજીત પવારની શરદ પવાર સાથે મુલાકાત થઇ હતી. જેમાં સુપ્રિયા સુલે, NCP નેતા જયંત પાટિલ પણ હાજર હતાં.
ફ્લોર ટેસ્ટ પહેલાં જ ફડણવીસ ફસાયા, અજીત પવારે નાયબ મુખ્યપ્રધાન પદેથી આપ્યુ રાજીનામું - resigns as deputy chief minister
ન્યુઝ ડેસ્ક: મહારાષ્ટ્રમાં દરરોજ નવો વળાંક સામે આવી રહ્યો છે. જેમાં ફરી એકવાર નવો વળાંક આવ્યો છે. જેમાં અજીત પવારે નાયબ મુખ્યપ્રધાન પદ પરથી માત્ર 4 જ દિવસમાં રાજીનામું આપ્યું છે, ત્યારબાદ દેવેન્દ્ર ફડણવીસ પણ CM પદ પરથી રાજીનામું આપી શકે છે .
મહારાષ્ટ્રમાં મોટો વળાંક
અજીત પવારે 23 નવેમ્બરના રોજ સવારે ભાજપને સમર્થન આપવાની જાહેરાત કરી હતી અને નાયબ મુખ્યપ્રધાન પદ પર શપથ લીધા હતાં. જેના પગલે કોંગ્રેસ, NCP અને શિવસેના સુપ્રીમ કોર્ટમાં ગઇ હતી.