વિપક્ષ ધારાસભ્યએ વિધાનસભામાંથી વોકઆઉટ કરી અને ફ્લોર ટેસ્ટને લઇને વિરોધ નોંધાવ્યો
દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે, નિયમો વિરૂદ્ધ સદન બોલાવવામાં આવી છે. ફડણવીસે આરોપ લગાવ્યા કે, સત્રમાં નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે.
ઉદ્વવ ઠાકરે ફ્લોર ટેસ્ટને લઇને પહોંચ્યા વિધાનસભા
સુપ્રીયા સુલે અને દેવેન્દ્ર ફડણવીસ પણ ફ્લોર ટેસ્ટને લઇને વિધાનસભા પહોંચ્યાં
કોંગ્રેસના નાના પટોલેએ સ્પીકર પદ માટે ઉમેદવારી નોંધાવી
વિધાનસભા પહોંચ્યા અજીત પવાર, જયંત પાટિલ અને પ્રફુલ્લ પટેલ વિધાનસભા પહોંચી ગયા છે.
કોંગ્રેસ નેતા બાલાસાહેબ થોરાટે મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું કે કોંગ્રેસ તરફથી નાના પટોલે સ્પીકર પદના ઉમેદવાર હશે
ભાજપ સાંસદને મળ્યા અજીત પવાર
બહુમત સાબિત કરવા પહેલા અજીત પવારે ભાજપ સાંસદ પ્રતાપરાવ ચિકલીકર સાથે આજે સવારે મુલાકાત કરી, ત્યારબાદ અજીત પવારે કહ્યું કે તે એક માત્ર મુલાકાત હતી.
જાણકારી મુજબ કોંગ્રેસે રાજયમાં DYCMની માગ કરી છે જેને લઇને તે સ્પીકર પદ છોડવા તૈયાર છે. પરંતુ, કોંગ્રેસની આ માગથી NCP નાખુશ છે.