ગુજરાત

gujarat

ETV Bharat / bharat

મહાકેબિનેટ વિસ્તરણ: અજિત પવાર ડેપ્યુટી CM અને આદિત્ય ઠાકરેએ લીધા પ્રધાન પદના શપથ - Shiv Sena

મુંબઈ: મહારાષ્ટ્રમાં આજે ઉદ્ધવ સરકારના પ્રધાન મંડળનું વિસ્તરણ કરવામાં આવ્યું છે. ઉદ્ધવ ઠાકરેના પુત્ર આદિત્ય ઠાકરેને કેબિનેટ પ્રધાન બનાવવામાં આવ્યા છે. જ્યારે અજિત પવારે ફરી એકવાર રાજ્યના ડેપ્યુટી સીએમનો કાર્યભાર સંભાળ્યો છે. અજિત પવારે એક મહિનામાં બીજી વખત ડેપ્યુટી સીએમ તરીકે શપથ ગ્રહણ કર્યા છે. આજે કરવામાં આવેલા કેબિનેટ વિસ્તરણમાં કુલ 36 પ્રધાનોએ શપથ ગ્રહણ કર્યા છે.

Maharashtra
મહારાષ્ટ્ર કેબિનેટ વિસ્તરણ

By

Published : Dec 30, 2019, 12:24 PM IST

Updated : Dec 30, 2019, 2:44 PM IST

  • મહારાષ્ટ્રમાં પ્રધાન મંડનો વિસ્તાર કરવામાં આવ્યો
  • ત્રણેય પાર્ટીના થઈને કુલ 36 પ્રધાનોએ શપથ ગ્રહણ કર્યા
  • અજિત પવાર ફરી વખત રાજ્યના ઉપ મુખ્યપ્રધાન બન્યા

આ નેતાઓએ લીધા પ્રધાન પદના શપથ

  1. અજિત પવાર- ઉપ મુખ્યપ્રધાન, એનસીપી
  2. અશોક ચવ્હાણ- કેબિનેટ પ્રધાન, કોંગ્રેસ
  3. દિલીપ વલ્સે પાટિલ- કેબિનેટ પ્રધાન, એનસીપી
  4. ધનંજય મુંડે- કેબિનેટ પ્રધાન, એનસીપી
  5. વિજય વડેટ્ટીવાર- કેબિનેટ પ્રધાન, કોંગ્રેસ
  6. અનિલ દેશમુખ- કેબિનેટ પ્રધાન, એનસીપી
  7. હસન મશ્રીફ- કેબિનેટ પ્રધાન, એનસીપી
  8. વર્ષા ગાયકવાડ- કેબીનેટ પ્રધાન, કોંગ્રેસ
  9. રાજેન્દ્ર શિંગણે- કેબિનેટ પ્રધાન, એનસીપી
  10. નવાબ મલિક- કેબિનેટ પ્રધાન, એનસીપી
  11. રાજેશ ટોપે- કેબિનેટ પ્રધાન, એનસીપી
  12. કેદાર સુનિલ છત્રપાલ- કેબીનેટ પ્રધાન, કોંગ્રેસ
  13. સંજય રાઠોડ- કેબિનેટ પ્રધાન, શિવસેના
  14. ગુલાબ રાવ પાટિલ- કેબિનેટ પ્રધાન, શિવસેના
  15. અમિત દેશમુખ- કેબીનેટ પ્રધાન, કોંગ્રેસ
  16. ભૂસે દાદાજી- કેબિનેટ પ્રધાન, શિવસેના
  17. જિતેન્દ્ર આવ્હાડ- કેબિનેટ પ્રધાન, એનસીપી
  18. સંદીપન ભુમરે- કેબિનેટ પ્રધાન, શિવસેના
  19. બાલાસાહેબ પાટીલ- કેબિનેટ પ્રધાન, એનસીપી
  20. યશોમતિ ઠાકુર- કેબિનેટ પ્રધાન, કોંગ્રેસ
  • આદિત્ય ઠાકરે બન્યા કેબિનેટ પ્રધાન

શિવસેના પ્રમુખ અને મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેના પુત્ર આદિત્ય ઠાકરેએ કેબિનેટ પ્રધાન તરીકે શપથ ગ્રહણ કર્યા હતા. આપને જણાવી દઈએ કે, આદિત્ય ઠાકરે પ્રથમ વખત જ ચૂંટણી લડ્યા છે. આદિત્ય ઠાકરે મુંબઈના વર્લી વિસ્તારમાંથી ચૂંટણી લડ્યા હતા. ઠાકરે પરિવારમાંથી ચૂંટણી લડનારા આદિત્ય પ્રથમ વ્યક્તિ છે.

Last Updated : Dec 30, 2019, 2:44 PM IST

ABOUT THE AUTHOR

...view details