ઉત્તરપ્રદેશઃ પોલીસે એકવાર ફરી ઉત્તર પ્રદેશના કોંગ્રેસ અધ્યક્ષની ધરપકડ કરાઈ છે. મળતી માહિતી પ્રમાણે, તેઓ સોનભદ્રમાં પ્રદેશ સરકારના શોષણનો ભોગ બનેલા આદિવાસીઓના બલિદાનની યાદમાં 17 જુલાઈએ યોજાનાર 'બલિદાન દિવસ' કાર્યક્રમ અંતર્ગત તે પીડિતોને મળવા જઈ રહ્યાં હતા. તે દરમિયાન પોલીસે તેમને રસ્તામાં રોકીને તેમની ધરપકડ કરી હતી.
આ અંગે ઉત્તર પ્રદેશ કમિટીના મીડિયા સંયોજક લલન કુમારે જણાવ્યું હતું કે, UP કોંગ્રેસના અધ્યક્ષ અજય કુમાર લલ્લૂને પોલીસ દળ દ્વારા રસ્તામાં રોકીને ગોપીગંજ ગેસ્ટહાઉસમાં રાખવામાં આવ્યા છે.