ગૃહ સચિવ રાજીવ ગૌબા 31 ઓગષ્ટે નિવૃત થશે. ત્યારપછી અજય કુમાર ભલ્લા તેમની જગ્યા લેશે. આ પહેલા તેઓ ઉર્જા સચિવ પદ પર કાર્યભાર સંભાળી રહ્યા હતા.
1984 બેચના અધિકારી અજય કુમાર ભલ્લાની કેન્દ્રીય ગૃહ સચિવ તરીકે નિયુક્તિ - કેન્દ્રીય ગૃહ સચિવ
નવી દિલ્હીઃ અજય કુમાર ભલ્લાને નવા ગૃહ સચિવ બનાવાયા છે. પ્રધાનમંડળની નિયુક્તિ સમિતિએ આ નિમણુંક માટે મંજૂરી આપી છે.
1984 બેચના અધિકારી અજય કુમાર ભલ્લાની કેન્દ્રીય ગૃહ સચિવ તરીકે નિયુક્તિ
2017માં ઉર્જા સચિવ બનતા પહેલા ભલ્લા વિદેશ વ્યાપારમાં મહાનિર્દેશક હતા. તેઓ આસામ-મેઘાલય કેડરના 1984ની બેચના IAS અધિકારી છે,
ભલ્લાને જુલાઈ મહિનાના અંતમાં ગૃહમંત્રાલયમાં વિશેષ અધિકારી તરીકે નિયુક્તિ મળી હતી. રાજીવ ગૌબાની નિવૃતિ સુધી તેઓ આ પદ ઉપર રહેશે. ત્યારપછી કેન્દ્રીય ગૃહ સચિવ તરીકેનો તેમનો કાર્યકાળ 2021 સુધીનો રહેશે.