એશ્વર્યાએ લગાવ્યા ઘણા ગંભીર આરોપ
રાબડી દેવીના સરકારી આવાસ પર દિવસ દરમિયાન હાઈ વોલ્ટેજ ડ્રામા ચાલ્યો. આ સમયે એશ્વર્યા રાય પોતાના પિતા ચંદ્રિકા રાય અને માં પ્રમીલા સાથે ત્યાં હાજર રહીં. તે વરસાદમા ભીંજાય રહીં હતી છતાં રાબડી આવાસનો દરવાજો ખોલવામા આવ્યો નહોતો. એશ્વર્યાએ મીડિયા સમક્ષ પોતાની સાસુ અને નણંદ પર ઘણા ગંભીર આરોપો લગાવ્યા હતા. એમણે કહ્યું કે, રાબડી દેવીએ એમને ઘરની બગાર કાઢી નાખ્યા. એશ્વર્યાએ પોતાની મોટી નણંદ મીસા ભારતી પર પણ ગંભીર આરોપ લગાવતા કહ્યું કે એ મારું ઘર તોડવા માટે પ્રયાસ કરે છે. તે મને જમવાનું પણ નથી આપતા. મારું જમવાનું મારા માવતર માંથી આવે છે. રાબડી દેવી સાથે ચર્ચા બાદ મામલો શાંત થયો.
DSP પહોંચ્યા રાબડી આવાસ ત્યારે થયું સમાધાન, રાત્રે 1 વાગ્યે એશ્વર્યા માટે ખુલ્યા ઘરના દ્વાર - Etv Bharat
પટના: રાબડી આવાસમાx રવિવારે થયેલો હાઈ વોલ્ટેઝ ડ્રામા મોડી રાત્રે 1 વાગ્યે પૂર્ણ થયો હતો. DSPના ઘટના સ્થળે પહોંચ્યા બાદ એશ્વર્યા રાયને ઘરમાં એન્ટ્રી આપવામાં આવી હતી. સુત્રોના જણાવ્યા અનુસાર, હાલ બધું બરોબર છે. રાબડી આવાસમાં એન્ટ્રી નહીં મળવાના કારણે એશ્વર્યા ધરણા પર બેઠી હતી. જ્યારે DSPએ ત્યાં પહોંચ્યા બાદ રાબડી દેવી સાથે ચર્ચા કરી ત્યારે મામલો શાંત થયો અને એશ્વર્યાને ઘરમાં એન્ટ્રી આપવામાં આવી હતી.
Etv Bharat
મામલો થયો શાંત
રાબડી આવાસમા એન્ટ્રી ન મળતા એશ્વર્યા ધરણા પર બેસી ગઇ. રવિવાર માડી સાંજે ચંદ્રિકા રાયે DGP સાથે પણ મુલાકાત કરી હતી. જ્યારે, DSPના પહોંચ્યા બાદ રાબડી દેવી સાથે ચર્ચા કરવામા આવી. ત્યારે મામલો શાંત થયો અને એશ્વર્યાને ઘરમા એન્ટ્રી આપવામા આવી. ત્યારબાદ એશ્વર્યાના માતા-પિતા પોતાના ઘરે ચાલ્યા ગયા.