શ્રીનગર: જમ્મુ-કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં રનવેનું નિર્માણ કાર્ય શરુ કરાયું છે. જેથી અટકળો લગાવવામાં આવી રહી છે કે, લદ્દાખમાં ચીન-ભારત વચ્ચેના તણાવને લઈને ઈમરજન્સી લેન્ડિંગ માટે આ હવાઈપટ્ટી બનાવવામાં આવી રહી છે. જોકે અધિકારીઓએ આ અટકળોને નકારી કાઢી છે.
IAF દ્વારા કાશ્મીરના બિજબેહરા વિસ્તારમાં નેશનલ હાઇવે-44થી જોડાયેલા ત્રણ કિલોમીટર લાંબા રનવેનું નિર્માણ કાર્ય શરૂ કરાયું છે. અનંતનાગ જિલ્લામાં શ્રીનગર-જમ્મુ નેશનલ હાઈવે પાસે 3.5 કિલોમીટર લાંબી હવાઈપટ્ટીનું નિર્માણ કાર્ય શરુ કરવામાં આવ્યું છે. અટકળો ચાલી રહી છે કે, લદ્દાખમાં ચીન-ભારત વચ્ચે તણાવને લઈ ઈમરજન્સી લેન્ડિંગ માટે આ હવાઈપટ્ટી બનાવવામાં આવી રહી છે.