ગુજરાત

gujarat

ETV Bharat / bharat

લોકડાઉનમાં બુક કરાયેલી વિમાન ટિકિટોનું રિફંડ પરત મળશે - COVID-19 lockdown

ડાયરેક્ટોરેટ જનરલ ઓફ એવિએશન રેગ્યુલેટરી સિવિલ એવિએશને સુપ્રીમ કોર્ટમાં મૂકેલી દરખાસ્તમાં કહ્યું હતું કે, લોકડાઉન સમય (25 માર્ચ થી 14 એપ્રિલ 2020) અને બીજો લોકડાઉન 25 માર્ચ થી 3 મે 2020 સુધી બુકિંગનું એરલાઇનો દ્વારા સંપૂર્ણ રિફંડ અપાશે.

ફલાઇટ
ફલાઇટ

By

Published : Sep 7, 2020, 9:18 AM IST

નવી દિલ્હી: ડાયરેક્ટોરેટ જનરલ ઓફ એવિએશન રેગ્યુલેટરી સિવિલ એવિએશને સુપ્રીમ કોર્ટમાં મૂકેલી દરખાસ્તમાં કહ્યું હતું કે, કોવિડ-19 દરમિયાન પ્રથમ અને બીજા લોકડાઉનમાં બુક કરાયેલી ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ ફલાઇટની ટિકિટોનું એરલાઇનો દ્વારા સંપૂર્ણ રિફંડ અપાશે એમ નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશક દ્વારા સુપ્રીમ કોર્ટમાં મૂકેલી દરખાસ્તમાં કહેવામાં આવ્યું હતું.

સર્વોચ્ચ અદાલતમાં દાખલ કરેલી એક એફિડેવિટમાં ડીજીસીએ એ કહ્યું હતું કે, અન્ય તમામ કેસમાં એરલાઇનો પ્રવાસીઓ પાસેથી ભેગા કરેલા પૈસાનું પંદર દિવસમાં વળતર આપી દેવાશે.

ડીજીસીએ કહ્યું કે, જો પહેલા અને બીજી લોકડાઉનમાં પ્રવાસ કરવા ટિકિટો બુક કરાવી હશે, એટલે કે 25 માર્ચથી 14 એપ્રિલ અને 25 માર્ચથી ત્રીજી મે વચ્ચે ટિકિટો બુક કરાવી હશે તો તમામ ટિકિટધારકોને એરલાઇન દ્વારા તરત જ ફુલ રિફંડ પરત કરવામાં આવશે.

પ્રવાસી લીગલ સેલ નામની એક સ્વૈચ્છીક સંસ્થા દ્વારા 12 જૂને કરાયેલી જાહર હિતની અરજીની સુનાવણી વખતે સર્વોચ્ચ અદાલતે કેન્દ્ર સરકાર, ડીજીસીએ અને એરલાઇનોને ચર્ચા કરીને કોઇ સ્પષ્ટ ઉકેલ લાવવા કહ્યું હતું. કોરોનાના કારણે રદ કરાયેલી ફલાઇટ્સ માટે કોર્ટે ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ ફલાઇટ તમામ નાણા કેવી રીતે પરત કરવા તે અંગે કોઇ યોજના ઘડી કાઢવા સુચન કરાયું હતું.

ABOUT THE AUTHOR

...view details