પાયલટ વિમાન ઉડાવવાનું શીખી રહ્યો હતો. રન વે પર લેન્ડીંગ સમયે વિમાન નજીકના નાળામાં ખાબક્યુ હતું. ત્યારબાદ તેમાં તરત જ આગ લાગી હતી. ટ્રેનિંગ લઈ રહેલા પાયલટ સમયસુચકતા વાપરી વિમાનમાંથી બહાર કુદી ગયો હતો. જેથી તેનો જીવ બચી ગયો હતો.
અમેઠીમાં ઈંદિરા ગાંધી એકેડમીનું વિમાન દુર્ઘટનાગ્રસ્ત, પાયલટનો બચાવ - indira gandhi acadamy
અમેઠીઃ ફુરસતગંજ વિસ્તારમાં ઈંદિરા ગાંધી એકેડમીનું વિમાન સોમવારે સાંજે દુર્ઘટનાગ્રસ્ત થયુ હતું. આ ઘટનામાં તાલીમ લઈ રહેલા પાયલટનો જીવ બચી ગયો હતો. રન વે પર લેન્ડીંગ સમયે આ દુર્ઘટના સર્જાય હતી.
અમેઠીમાં ઈંદિરા ગાંધી એકેડમીનું વિમાન દુર્ઘટનાગ્રસ્ત, પાયલટનો બચાવ
ઘટનાની જાણ થતાં ફાયર બિગ્રેડની ટીમ અને પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. ફાયરની ટીમે આગ પર કાબુ મેળવ્યો હતો. એકેડમીના સંચાલકો આ ઘટનાની તપાસ કરી રહ્યા છે.