નવી દિલ્હી: આ અંગે એએસજી સંજય જૈને કોર્ટને જણાવ્યું કે, 5 દેશોમાં આ મામલે લેટર્સ રોગેટરી પેન્ડિંગ છે. જેથી તપાસ પૂરી નથી થઇ. અત્યારે કોર્ટે આ મામલે સુનાવણી માટે 4 મેની તારીખ નક્કી કરી છે.
એરસેલ મેક્સિસ કેસ: CBI-EDએ બંધ કાગળમાં કોર્ટને સ્ટેટસ રિપોર્ટ સોંપ્યો - સુપ્રીમ કોર્ટ
એરસેલ મેક્સિસ મામલે CBI અને EDએ કોર્ટમાં સ્ટેટસ રિપોર્ટ દાખલ કર્યો છે. આ અંગે એક બંધ કાગળનો રિપોર્ટ કોર્ટમાં સોપવામાં આવ્યો છે. આ સાથે જ CBI અને EDએ કોર્ટે પાસે સમય માગ્યો છે.
એકસેલ મેક્સિસ મામલામાં પૂર્વ નાણાં પ્રધાન પી. ચિદમ્બરમ અને કાર્તિ ચિદમ્બમ અને અન્ય એક CBI અને EDએ કેસ દાખલ કર્યો હતો. બંને અત્યારે જામીન પર છે. અત્યારે આ મામલે સુનાવણી CBIના વિશેષ જસ્ટિસ એ.કે કુહાર કરી રહ્યાં છે. આ અગાઉ આ કેસની સુનાવણી ઓપી. સૈની કરી રહ્યાં હતાં.
ઉલ્લેખનીય છે કે, 2006માં એરસેલ મેક્સિસ ડીલમાં વિદેશ નિવેશ સંવર્ધન બોર્ડની મંજૂરી આપવામાં કથિત અનિયમિતતા સાથે જોડાયેલો છે. આ મંજૂરી કથિત રીતે 2006માં આપવામાં આવી છે. જ્યારે પી. ચિદમ્બરમ નાણાં પ્રધાન હતાં. ફોરેન ડાયરેક્ટ ઈનવેશમેન્ટ નીતિના નિયમ પ્રમાણે, ચિદમ્બરમને પ્રસ્તાવોને મંજૂરી આપવાનો અધિકાર હતો. આ પ્રસ્તાવોમાં 600 કરોડ રૂપિયાથી વધારે વિદેશ રોકાણ સામેલ હતું.