ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ભારતમાં વાયુ પ્રદુષણના કારણે 2017માં 12 લાખ લોકોના મૃત્યુ

નવી દિલ્હી: ભારતમાં વાયુ પ્રદુષણના કારણે 2017 માં 12 લાખ લોકના મૃત્યુ થયા છે. આ આંકડો બુધવારે બહાર પાડેલા એક સંશોધનમાં સામે આવ્યો છે.

By

Published : Apr 4, 2019, 8:08 AM IST

ફાઇલ ફોટો

"સ્ટેટ ઓફ ગ્લોબલ એર-2019 અનુસાર" વર્તમાનમાં વાયુ પ્રદુષણના ઉચ્ચ સ્તરના કારણે દક્ષિણ એશિયામાં બાળકોની ઉંમરમાં અઢી વર્ષની ઘટ આવી શકે છે.

જ્યારે વૈશ્વિક જીવનની અપેક્ષામાં 20 મહીનાની કમી આવી શકે છે. સંશોધનમાં કહેવામાં આવ્યું છે કે પ્રદુષણની સમસ્યાના સમાધાન માટે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના, ભારત તબક્કો -4 સ્વચ્છ વાહન ધોરણો અને નવા રાષ્ટ્રીય વાયુ કાર્યક્રમ જેવા પગલાં ભર્યા છે.

હેલ્થ ઇન્ફેક્ટસ ઇન્સ્ટીટ્યુટના ઉપાધ્યક્ષ રોબર્ટ ઓફીકે એક નિવેદનમાં જણાવ્યું છે કે, " ભવિષ્યની પહેલ વાયુની ગુણવતાની પ્રતિબદ્ધતા હેઠળ પૂર્ણ કરવામાં આવે તો તેમાં આવનાર વર્ષોમાં સ્વાસ્થ્ય સંબંધી ફાયદાઓ મળવાની સંભાવના છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, ભારતમાં વાયુ પ્રદુષણ સંબંધિત ખતરાથી થનારા મૃત્યુનું આ ત્રીજુ સૌથી મોટુ કારણ છે. વધુમાં જણાવ્યું કે દુનિયામાં વાયુ પ્રદુષણથી જેટલા લોકોના મૃત્યુ થયા છે, તેની અડધી સંખ્યા ભારત અને ચીનમાં છે.

ભારત અને ચીનમાં 2017માં વાયુ પ્રદુષણમાં ક્રમશ: 12-12 લાખ લોકોના મૃત્યુ થયા હતા.

ABOUT THE AUTHOR

...view details