નવી દિલ્હી: કેટલી એરલાઇનસે શુક્રવારથી બુકિંગ શરૂ કરી દીધી છે. સૌથી પહેલા ઈન્ડિગોએ સવારે 10 વાગ્યાથી બુકિંગ શરૂ કર્યું હતું. આ પછી સ્પાઇસ જેટ અને એર ઇન્ડિયાએ પણ બુકિંગ શરૂ કરી દીધી હતી.
સરકારની જાહેરાતબાદ ઘણી ખાનગી કંપનીઓએ પણ ઘરેલું મુસાફરી માટે બુકિંગ ફરી શરૂ કરી દીધી છે. ઈન્ડિગો, વિસ્ટારા અને ગોએઇરે પણ તેમની વેબસાઇટ પર બુકિંગ સ્વીકારવાનું શરૂ કરી દીધુ છે.
ઈન્ડિગો 25મેથી બુકિંગ સ્વીકાર કરી રહી છે. જ્યારે વિસ્તારા અને ગોએઇરે 1 જૂનથી ઘરેલું વિમાન મુસાફરી માટે બુકિંગ શરૂ કર્યા છે.
એર ઇન્ડિયાએ કહ્યું હતું કે મુસાફરોએ ટિકીટ બુક કરવા માટે airindia.in પર લોગ ઇન કરવું પડશે અથવા તો અધિકૃત ટ્રાવેલ એજન્ટોનો સંપર્ક કરવાનો રહેશે.તેમજ યાત્રી એર ઇંડિયાની ઓફિસોમાં પણ જઇ શકે છે. અથવા તો સીધાજ ગ્રાહક સેવામાં ફોન કરીને વધુ માહિતી મેળવી શકે છે.
સરકારે ગુરુવારે હવાઈ મુસાફરી માટે માર્ગદર્શિકા જારી કરી હતી. નવી માર્ગદર્શિકા મુજબ મુસાફરોએ પ્રસ્થાનના ઓછામાં ઓછા બે કલાક પહેલા એરપોર્ટ પહોંચવું પડશે.
મુસાફરોએ આરોગ્ય સેતુ એપ્લિકેશનથી સ્વાસ્થ્યની સ્થિતિ વિશે માહિતી આપવાની રહેશે અથવા સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ ભરવાનું રહેશે. ઓનલાઇન ચેક-ઇન પ્રક્રિયા પૂર્ણ કરવા ઓછા સામાન સાથે મુસાફરી કરવા અને ફ્લાઇટની અંદર ઓછા શૌચાલયોનો ઉપયોગ કરવાનું કહેવામાં આવ્યું છે.