નવી દિલ્હી: એર ઇન્ડિયાનું એક વિમાન દિલ્હીથી મોસ્કો જતા સમયે વચ્ચેથી દિલ્હી પરત ફર્યું. શનિવારે સવારે ફ્લાઇટમાં સવાર થયા બાદ વિમાનના બેમાંથી એક પાયલટનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ વિમાન દિલ્હી પરત આવ્યું છે.
ઉઝબેકિસ્તાનથી પરત આવ્યું એર ઈન્ડિયાનું વિમાન, પાયલોટ કોરોના પોઝિટિવ
વિમાનમાં સવાર પાયલોટ પૈકી એક પાઇલોટનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો જેથી શનિવારે સવારે આ એરઇન્ડિયાની ફ્લાઇટ ઉપડ્યા પછી વચ્ચેથી જ દિલ્હી પરત ફરી હતી.
પાયલોટ કોરોના પોઝિટિવ
પાયલોટ કોરોના પોઝિટિવ આવ્યા બાદ, એર ઇન્ડિયાના સ્ત્રોતોએ જણાવ્યું હતું કે પરીક્ષણના પરિણામો ફ્લાઇટ ટેકઓફ થયા બાદ આવ્યા હતા અને પાયલટને સવારી દરમિયાન જાણ કરવામાં આવી હતી, ત્યાં સુધી ફ્લાઇટ ઉઝબેકિસ્તાનના એરસ્પેસમાં પહોંચી ગઈ હતી.
મળતી માહિતી મુજબ વિમાનમાં પ્રવાસીઓ નહોતા. ખરેખર, તે વંદેઈન્ડિયા મિશન હેઠળ ફસાયેલા ભારતીયોને પરત લાવવા મોસ્કો જઈ રહી હતી. એર ઇન્ડિયાના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, એરલાઇન હવે પછી બીજી એક ફ્લાઇટ એ-320 મોસ્કો મોકલશે.