ગુજરાત

gujarat

ETV Bharat / bharat

એર ઇન્ડિયાની ફલાઇટમાં લાગી આગ, કોઇ જાનહાનિ નહીં - Delhi airport

નવી દિલ્હી: દિલ્હી એરપોર્ટ પર એર ઇન્ડિયાની ફલાઇટમાં રપેરિંગ દરમિયાન આગ લાગી હતી. આ વિમાનને રિપેરીંગ બાદ રવાના કરવાની તૈયારીઓ કરવામાં આવી રહી હતી પરતું તેમાં અચાનક આગ લાગી ગઇ હતી જેથી આ વિમાનને રદ્દ કરવમાં આવ્યું હતું. 25 એપ્રીલની રોજ 10 વાગ્યે આ ફલાઇટ મુસાફરોને લઇ રવાના થવાની હતી.

સૌજન્ય ANI

By

Published : Apr 25, 2019, 11:06 AM IST

Updated : Apr 25, 2019, 4:15 PM IST

દેશની રાજધાની દિલ્હી એરપોર્ટ પર ગતરાત્રે એક મોટી ઘટના બની હતી.એર ઇન્ડિયાના બોઇંગ વિમાનમાં અચાનક આગ લાગ લાગી હતી.મહત્વપીર્ણ છે કે આ વિમાનમા તે સમયે સમારકામ ચાલી રહ્યું હતું અને તે દરમિયાન ફલાઇટમાં કોઇ મુસાફર સવાર ન હતું.

એર ઇન્ડિયાની ફલાઇટ B777-200 LR દિલ્હી થી અમેરિકાના સેન ફ્રાંસિસ્કો જવા રવાના થવાની હતી. જ્યારે એરપોર્ટ પર વિમાનમાં સમારકામ ચાલી રહ્યું હતું તે દરમિયાન આગ લાગી હતી. વિમાનના પાછલા ભાગમાં આગ લાગી હતી. જે બાદ આગ પર કાબું મેળવામાં આવ્યું હતું.

આ ઘટના બાદ એર ઇન્ડિયા દ્વારા જણાવમાં આવ્યું કે જ્યારે ફલાઇટ રવાના થાય તે અગાઉ એન્જિનિયર રૂટિંન ચેકિંગ કરી રહ્યા હતા. તે દરમિયાન વિમાનના પાછલા ભાગમાં આગ લાગી હતી. જે બાદ વિમાનની તપાસ કરવામાં આવી હતી.

Last Updated : Apr 25, 2019, 4:15 PM IST

ABOUT THE AUTHOR

...view details