કેરળ: કેરળના કોઝિકોડ એરપોર્ટ પર રન-વે પર એર ઇન્ડિયાનું વિમાન ક્રેશ થયું હતું. જેના કારણે મોટો અકસ્માત સર્જાયો છે. વિમાન રનવે પર લપસી પડ્યા બાદ ક્રેશ થતાં બે ટુકડા થયા હતાં. ઘટનામાં પાયલટ સહિત પાંચ લોકોના મોત થયા છે. જે અંગે હેલ્પલાઇન નંબર જાહેર કર્યા છે.
કેરળના કોઝિકોડમાં કરીપુર એરપોર્ટ પર ઉતરતી વખતે એર ઇન્ડિયા એક્સપ્રેસનું વિમાન ક્રેશ થયું હતું. એર ઇન્ડિયા એક્સપ્રેસને મળેલી માહિતી અનુસાર વિમાન દુબઈથી 184 યાત્રીઓ લઇને પરત ફરી રહ્યું હતું. વિમાનમાં બે પાઇલટ્સ સહિત છ ક્રૂ સભ્યો પણ હાજર હતા. પોલીસ પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, શુક્રવારે સાંજે 7.45 વાગ્યે ઉતરતી વખતે એર ઇન્ડિયાની દુબઇ-કોઝિકોડ ફ્લાઇટ (IX-1344 )રનવે પર ક્રેશ થઇ ગયું હતું.