નવી દિલ્હી: એર ઈન્ડિયા બી-787 વિમાન મેડિકલ સપ્લાય લેવા માટે શનિવારે સવારે દિલ્હી એરપોર્ટથી ગ્વાંગઝુ જવા રવાના થયું હતું. બુધવારે, રાષ્ટ્રીય ઉડ્ડયન મંત્રાલયે જણાવ્યું કે, છેલ્લા 10 દિવસમાં શાંઘાઈ અને હોંગકોંગથી લગભગ 170 ટન કોવિડ-19 સંબંધિત તબીબી કાર્ગોનું વહન કર્યું છે.
કોરોના સંકટ: એર ઈન્ડિયાનું વિશેષ વિમાન તબીબી પુરવઠો લાવવા ચીન રવાના થયું - એલાયન્સ એર ઈન્ડિયન એરફોર્સ
એર ઈન્ડિયા બી-787 વિમાન શનિવારે દિલ્હી એરપોર્ટથી કોવિડ-19 સંબંધિત મેડિકલ સહાય લાવવા ચીન રવાના થયું છે. નાગરિક ઉડ્ડયન મંત્રાલયના જણાવ્યા અનુસાર, દેશના દૂરના ભાગોમાં આવશ્યક તબીબી કાર્ગો પરિવહન માટે લાઈફલાઈન ફ્લાઈટ્સ ચલાવવામાં આવી રહી છે.
સરકાર દ્વારા સંચાલિત એરલાઈને ટ્વીટર પર જણાવ્યું હતું કે, એર ઈન્ડિયાએ શાંઘાઈ અને હોંગકોંગથી છેલ્લા 10 દિવસમાં આશરે 170 ટન કોવિડ-19 સંબંધિત તબીબી વસ્તુઓનું વહન કરી ચુક્યું છે. આગામી બે સપ્તાહમાં બે નવા શહેરો ગ્વાંગઝોઉ અને શેન્યાંગથી આગામી અઠવાડિયામાં વધુ 300 ટન લાવવાની આશા છે. નાગરિક ઉડ્ડયન મંત્રાલયના જણાવ્યા અનુસાર, દેશના દૂરના ભાગોમાં આવશ્યક તબીબી કાર્ગો પરિવહન માટે લાઈફલાઈન ફ્લાઇટ્સ ચલાવવામાં આવી રહી છે.
નાગરિક ઉડ્ડયન મંત્રાલયે મંગળવારે ટ્વિટ કર્યું હતું કે, એર ઈન્ડિયા, એલાયન્સ એર ઈન્ડિયન એરફોર્સ (આઈએએફ) અને ખાનગી કેરિયર્સ (એર ઈન્ડિયા અને એલાયન્સ એર દ્વારા 138) દ્વારા હાલમાં 227 ફ્લાઇટ્સ સંચાલિત કરવામાં આવી છે. આ ફ્લાઇટ્સ ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (ડીજીસીએ) દ્વારા આપવામાં આવેલા તમામ સેફ્ટી પ્રોટોકોલો સાથે ચલાવવામાં આવી રહી છે.